Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મોરબીમાં ઉઘરાણી પ્રશ્ને પટેલ કારખાનેદારનું ફાયરીંગઃ પ કોન્‍ટ્રાકટરોને હોકીથી લમધારી નાંખ્‍યા

સામા પક્ષે કારખાનેદારે મારી નાંખવાના ઇરાદે ૧ર આરોપીઓએ મળી હુમલો કરી પથ્‍થરમારો કરી નુકશાન કર્યાની પોલીસમાં ફરીયાદ કરીઃ ઓરમ સીરામીકમાં બનાવ

તસ્‍વીરમાં જયાં બનાવ બન્‍યો હતો તે કારખાનું અને ઇજાગ્રસ્‍તો નજરે પડે છે.(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ મોરબી)

મોરબી તા. ૧૬ : મોરબીના સીરામીકના કારખાનેદારે પોતાના કારખાનામાં કોન્‍ટ્રાકટ રાખનારા પાંચ સામે પૈસાની ઉઘરાણી બાબતે ફાયરીંગ કરી તેમને માર માર્યાની ફરીયાદ મજુર કોન્‍ટ્રાકટરે નોંધાવી છે તો સામા પક્ષે કારખાનેદારે કુલ ૧ર આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રચી તેના પર જીવલેણ હુમલો કરી સીકયુરીટીની કેબીનના કાચ તોડી નુકશાની કર્યાની વળતી ફરીયાદ નોંધાવી છ.ે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના મોરબી-જેતપર રોડ પર આવેલ પાવડીયાળીની કેનાલ પાસે આવેલ ઓરમ સિરામીકમાં સિરામીક કારખાનાના માલિક અને કારખાનામાં કિલનનો કોન્‍ટ્રાકટર રાખનાર મજુર કોન્‍ટ્રાકટર અને મજુરો વચ્‍ચે ગતરાત્રીના બધડાટી બોલી હતી અને બન્ને પક્ષે મોરબી તાલુકા પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાવી છે

ફરીયાદી મનિષ રમેશ પ્રસાદ શાહી બ્રાહ્મણ (ઉ.૩ર) રહે મુળ રાજખંડ, માઠીયારીપટ્ટી તા.ઓરાઇ જીલ્લો મુજજકરપુર, બિહાર, હાલ ઓરમ સિરામીક, જેતપર રોડ મોરબી વાળાએ નોંધાયેલી ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તેમજ આ કામના સાહેદ અહેમદમિયા આરોપીના કારખાનમાં કિલન વિભાગમાં મજુરોનો કોન્‍ટ્રકાટર રાખે છે અને પોતાના મજુરી કામના પૈસા લેવા જતા આરોપી કારખાનેદાર સાથે બોલાચાલી માથાકુટ થઇ હતી.

દરમિયાનમાં આરોપી મહેન્‍દ્રભાઇ કલ્‍યાણજીભાઇ જાલરીયા પટેલ (ઉ.૪૦) રહે. અનુપમ સોસાયટી રવાપર રોડ, મુળ લુંટાવર ઉશ્‍કેરાઇ  જતા અને સાહેદ અહેમદ મિશ્રાને હોકીવતી માર મારતા અને ફરીયાદ છોડાવા જતા  તેને ડાબા હાથ અને માથામાં હોકીથી ઇજાઓ કરી, મારી નાખવાના ઇરાદે માર મારી ઇજાઓ કરતા ફરીએ પોતાના મજુરોને બોલાવતા અને મિશ્રાને છોડાવવા જતા આરોપીએ પોતાની રીવોલ્‍વરવતી ફરી અને સાહેદ પર મારી નાખવાના ઇરાદે પ-૬ ફાયરીંગ કરતા સાહેદ રાજકુમાર પંડિતને પગમાં રીવોલ્‍વર વતી ગંભીર ઇજા કરી, સાહેદ હેમતને મુઢ ઇજા કરી કમલેશને કાનમાં ઇજા કરી હતી.

સામાપક્ષે ઓરમ સિરામીક સંચાલક મહેન્‍દ્રભાઇ કલ્‍યાણજીભાઇ જાલરીયા પટેલે કુલ ૧ર સામે વળતી ફરીયાદ નોંધાવી છે તેમાં જણાવ્‍યા મુજબ ગત રાત્રીના આરોપી હેમત મિશ્રા (કોન્‍ટ્રાકટર) મનિષભાઇ શાહી (કોન્‍ટ્રાકટર) રાજકુમાર પંડિત, કમલેશ રાજપુત, અભિષેક, વિજય તથા રાકેશકુમાર, કેતનકુમાર અને બીજા અજાણ્‍યા પાંચ આરોપીઓ હથિયાર સાથે ગેરકાયદે મંડળી રચી, જીવલેણ લાકડાના ધોકા ધારણ કરી પોતાની સાથે મજુરોના પૈસા બાબતે બોલાચાલી કરી પોતાને ગાળો ભાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મિશ્રાએ લાકડાના ધોકાવતી પોતાને મારી નાખવાના ઇરાદે માથામાં ઘા મારતા પણ પોતે હાથ આડો રાખી દેતા હાથમાં અને મોડાપર ઇજાઓ કરી સીકયુરીટીની કેબિનના કાચ તોડી નાખી, છુટા પથ્‍થરોના ઘા કરી સાહેદને આડેધડ મારમાર્યાનું જણાવાયું છ.ે

(11:38 am IST)
  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST

  • સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ તેમના પુત્રએ ભત્રીજા પર કર્યો હુમલો : પંચમહાલ સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ રેતીના વેપારમાં હરીફાઇની અદાવતમાં કર્યો હુમલોઃ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર કર્યો હુમલોઃ સુમન ચૌહાણ છે કલોલના ધારાસભ્ય access_time 1:39 pm IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST