Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સુખી-સ્‍વસ્‍થ બાળક ઉત્તમ માતૃપ્રેમની નિશાનીઃ પૂ. કનૈયાલાલ ભટ્ટ

હળવદ-ચરાડવામાં શ્રી મહાકાલી આશ્રમે પૂ. દયાનંદગીરીબાપુનાં સાનિધ્‍યમાં આયોજીત ધર્મોત્‍સવનો આઠમો દિવસઃ કાલે વિરામ

પૂ. દયાનંદગીરીબાપુનાં દર્શને અને શ્રીમદ્દ દૈવી ભાગવત સપ્તાહમાં ઉમટતા ભાવિકોઃ ૪૦ જેટલા ગામડાના લોકો દ્વારા મહાકાલી માતાજી, દશ મહા વિદ્યા યજ્ઞ, સિદ્ધેશ્વરી ગુફા, અબોલ જીવોનાં દર્શનઃ કથામાં શિવવિવાહની ઉજવણીઃ આજે કથામાં મહાલક્ષ્મી પ્રાગટય-નવદુર્ગાઓનો મહારાસ

હળવદ તાલુકાનાં ચરાડવામાં શ્રી મહાકાલી માતાજી આશ્રમે પૂ. દયાનંદગીરીબાપુ અને તેમના પરમ શિષ્‍ય પૂ. અમરગીરીબાપુના સાનિધ્‍યમાં આયોજીત ધર્મોત્‍સવમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહયા છે. કથાકાર પૂ. કનેૈયાલાલ ભટ્ટના વ્‍યાસાસને આયોજીત શ્રીમદ્દ દૈવી ભાગવત સપ્તાહમાં કાલે શિવવિવાહ પ્રસંગની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી હતી. જેની તસ્‍વીરી ઝલક.

રાજકોટ તા.૧૬: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળીયા રોડ ઉપર બિરાજમાન શ્રી મહાકાલી માતાજી મંદિરે  તા. ૯-૧૧-૧૮ થી ધર્મોત્‍સવનો પ્રારંભ થયો છે. પૂ. દયાનંદગીરીબાપુના સાનિધ્‍યમાં કથાકાર પૂ. કનૈયાલાલ ભટ્ટના વ્‍યાસાસને શ્રીમદ્દ  દૈવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કથા શ્રવણ માટે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહયા છે.

પૂ. દયાનંદગીરીબાપુના આદેશથી પૂ. અમરગીરીબાપુના માર્ગદર્શન હેઠળ સ્‍વયંસેવકો દ્વારા મોટી સંખ્‍યામાં આવતા ભાવિકો માટે દર્શન, ભકિત અને ભોજનનું આયોજન કરવામાં આવી રહયું છે.

શ્રીમદ્દ દૈવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજે આઠમો દિવસ છે. કાલે શનિવારે તા. ૧૭નાં રોજ કથા વિરામ લેશે.

હૈયે હૈયુ દળાય એટલી જનસંખ્‍યામાં ચરાડવા અને આસપાસના ૪૦ જેટલા ગામડાની ગ્રામ્‍યપ્રજા ધર્મોત્‍સવનો લ્‍હાવો લઇ રહી છે. મહાકાલીધામની સામ્રાજ્ઞી મહાકાલી માતાજીનાં દર્શન, દશ મહાવિદ્યાનાં દશ દિવસીય યજ્ઞનાં દર્શન, સિધ્‍ધેશ્વરી ગુફા અને આશ્રમનાં અબોલ જીવોનાં દર્શન કરે છે. સાથે ૧રપ વર્ષીય દિર્ઘાયુ કરતાં પણ દિવ્‍યાયુ સંત, જેમની શરીરની ઇન્‍દ્રીયો હજી પણ યુવાનને શરમાવે તેવી કાર્યરત છે તે પૂ. દયાનંદગીરીજી મહારાજનાં દર્શનનો લ્‍હાવો લેવાય છે. પ્રતિદિન ૩૦ થી ૩પ હજાર માણસોની રસોય બને છે. ચરાડવા ગામનાં અને આસપાસના તમામ મંદિરોના મહંતો - પુજારીઓનું સન્‍માન કરવામાં આવે છે.

આજરોજ કથામાં સાંજે ‘શિવ વિવાહ' પ્રસંગ ખૂબ જ ભવ્‍યતાથી ધામધૂમથી ઉજવાયો હતો. ગોકુળીયા ગામથી જાન આવેલી. દાર્શનિકવિધીથી શિવ વિવાહમાં ઉત્‍સાહ ઉમંગથી લોકોએ લાભ લી ધો હતો.

વ્‍યાસાસને વિરાજીત ગુજરાતનાં મુર્ધન્‍ય વિદ્વાન કથાકારોમાં જેમનું મુઠ્ઠી ઉંચેરુ નામ છે, તેમજ ભારતનાં તમામ રાજયો અને વિશ્વનાં ૧૬ દેશોમાં હિન્‍દી-ગુજરાતી ભાષામાં ભાગવત - દૈવીભાગવત - રામાયણ અને શિવકથાની ૩પ૦ થી વધુ કથાઓ કરી ચૂકેલા પૂ. શ્રી કનૈયાલાલ ભટ્ટ શાષાી ‘દૈવી ગીતા' ઉપર સુંદર કથા પીરસી હતી.

પૂ. કનૈયાલાલ ભટ્ટે કહયું કે, વિષ્‍ણુ ભાગવતમાં દિકરો કથા કરે અને માતા ધુળમાં બેસીને કથા શ્રવણ કરે તે ‘કપીલ ગીતા' છે જયારે દૈવી ભાગવતમાં માત્ર આઠ જ વર્ષનાં માતાજી પાર્વતી દિકરી કથા કરે અને તેમના પિતાજી હિમાલય કથા શ્રવણ કરે તે ‘ભગવતી ગીતા' છે.

ભગવતી દૈવી ગીતાનાં અધ્‍યાય આઠ, માતાજીની ઉંમર-આઠ વર્ષ, માતાજીનાં હાથ આઠ, હાથમાં આયુધ આઠ, પ્રાગટય તિથી આઠ, સિધ્‍ધી આઠ, યોગ આઠ, વેદો આઠ, દિવસનાં પ્રહર આઠ છે.

કથાકાર શાષાી પૂ. કનૈયાલાલ ભટ્ટે જણાવ્‍યું કે પુજાનાં પ્રધાન બે પ્રકાર છે. આંતર પુજા અને બાહ્ય પુજા, માતાજી કહે છે પુજા ઓછી કરો તો ચાલશે પણ આંતર ભાવથી યુકત કરો તે જરૂરી છે. નોરતામાં પુજા કરો પણ સુરતા લગાડીને કરેલી પુજા ભગવતી જલ્‍દી સ્‍વીકારે છે.

મનુષ્‍યની માં હોય કે ઇશ્વરીય આદ્ય શકિત માં હોય, બાળકનું રક્ષણ અને પોષણ જાતે જ કરે છે. કોઇને સોંપતી નથી. કોઇપણ સુખી અને સ્‍વસ્‍થ બાળક તે ઉત્તમ માતૃપ્રેમની નિશાની છે. કોઇપણ શરીરમાં હાડ એ પિતાના શરીરની દેણગી છે અને રકત લોહી તે માતૃશરીરની દેણગી છે. સંસ્‍કારો રકતથી જ જોડાયેલા છે. શબ્‍દથી શબ્‍દ દ્વારા વિદ્યાનું વહન થાય હાથથી હાથ દ્વારા સંપતિનું વહન થાય પરંતુ, સંસ્‍કારો તો રકતથી રકત દ્વારા જ વહન થાય છે. કોઇ માણસનું બુદ્ધિચાતુર્ય તેના પિતાની ક્રેડીટ છે પરંતુ, તેના ખાનદાની સંસ્‍કારો તે માત્રને માત્ર તેની માતાની જ ક્રેડીટ છે.

પૂ. કનૈયાલાલ ભટ્ટે વધુમાં કહયું કે, રસોઇ બનાવતા આવડે છે તે જ્ઞાનશકિત એ સરસ્‍વતી છે, રસોઇ બનાવાનાં તમામ પદાર્થો હાજર છે તે શ્રી મહાલક્ષ્મીની દ્રવ્‍યશકિત છે. પરંતુ, શરીરમાં જોમ-ઉત્‍સાહ-તાકાત હોય ને રસોઇ બનાવવા લાગી પડવું તે ‘‘કલીં'' ક્રિયાશકિત ભગવતી મહાકાલી છે.

આજ રોજ તા. ૧૬-નવેમ્‍બર શુક્રવારે કથામાં મહાલક્ષ્મીનું પ્રાગટય અને નવદુર્ગાઓનો મહારાસ થશે.

(11:37 am IST)
  • રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST

  • સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ તેમના પુત્રએ ભત્રીજા પર કર્યો હુમલો : પંચમહાલ સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ રેતીના વેપારમાં હરીફાઇની અદાવતમાં કર્યો હુમલોઃ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર કર્યો હુમલોઃ સુમન ચૌહાણ છે કલોલના ધારાસભ્ય access_time 3:17 pm IST