Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન-વા.ચેરમેન વરાયા

કોડીનાર તા. ૧૬ :.. કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટીંગ યાર્ડ)નાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઇ છે.

કોડીનાર ઉત્પન્ન બજાર સમિતિનાં હોલમાં ગીર સોમનાથ જીલ્લા રજીસ્ટાર આર. પી. ખરારીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચેરમેન, વા.ચેરમેનની ચૂંટણી માટે નવા ટર્મની બોર્ડની પ્રથમ બેઠક મળી હતી.

જેમાં ચૂંટાયેલા તમામ ૧૪ ડીરેકટરોએ હાજર રહી ચૂંટણીની કાર્યવાહી આગળ ધપાવતા ચેરમેન તરીકે સુભાષભાઇ વિરભણભાઇ ડોડીયાના નામની દરખાસ્ત બાલુભાઇ કાનાભાઇ કામળીયાએ કરતાં તેને ઝાલા ભરતભાઇ રામભાઇએ ટેકો આપતા અને વાઇસ ચેરમેન તરીકે વાઢેળ ભીખાભાઇ મેરૂભાઇના નામની દરખાસ્ત હાજી આદમ અલીમહમદભાઇએ કરતાં તેને કાળુભાઇ નારણભાઇ બારડે ટેકો આપતાં સર્વ ડીરેકટરોએ સર્વ સંમતિથી અને આ બંને હોદા માટે કોઇ ઉમેદવારે ફોર્મ ન ભરતા જીલ્લા રજીસ્ટર ખરારીએ ચેરમેન પદ માટે સુભાષભાઇ વિરભણભાઇ ડોડીયા અને વાઇસ ચેરમેન તરીકે વાઢેળ ભીખાભાઇ મેરૂભાઇને બિનહરીફ જાહેર કરતાં તમામ ડીરેકટરો દરેક સહકારી સંસ્થાનાં આગેવાનો ભાજપના અગ્રણીઓએ તેમને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

આ તકે જીલ્લા પંચાયત કા. ચેરમેન પી. એસ. ડોડીયા, ગીર સોમનાથ ભાજપ કોષાધ્યક્ષ દતાભાઇ કોઝે સંઘ પ્રમુખ દિલીપભાઇ મોરી, નગરપાલિકા પ્રમુખ રફીકભાઇ જુણેજા, ગુજરાત ભાજપ લઘુમતી મોર્ચાનાં ઉપપ્રમુખ જીશાનભાઇ નકવી, વરસીંગભાઇ વાળા, બાબુભાઇ સોલંકી સહિત તાલુકા પંચાયતના સભ્યો-સહકારી સંસ્થાનાં હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિતી રહ્યા હતાં.

(11:17 am IST)
  • અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપી વેચવામાં આપી કૌભાંડ ઝડપાયુ : રાજસ્‍થાનના યુવકને રૂા. ૧.૧૦ લાખમાં યુવતીને વેચી દીધીઃ દલાલ સહિત ૮ થી વધુ શખ્‍શની ધરપકડ access_time 3:40 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST

  • ટ્રોલી સાથે સળગતું ટ્રેક્ટર ઉતારી દીધું તળાવમાં : ખેડૂતની હિંમતે અનેક ઘરો તબાહ થતાં બચાવ્યાં : 28 વર્ષના યુવાને જીવ જોખમમાં મૂકીને ગામ આખાને આગની ઝપેટમાં આવતા બચાવ્યું access_time 12:37 pm IST