Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો :મોરબી એલ.સી.બીને સફળતા

રાજાશાહી વસ્તુની ચોરીના છ આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લેવાયા :ચોરીનો માલ દિલ્હીમાં વેચ્યો હોવાની કબૂલાત

 

વાંકાનેર"રણજિત વિલાસ પેલેસ"માં ચાર મહિના પહેલા ૩૪,૦૦,૦૦૦ ની રાજાશાહી એન્ટીક ચીજ વસ્તુની થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મોરબી એલ.સી.બીએ ઝડપી લીધા છે .

  વાંકાનેર:નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષક મોરબી ડૉ. કરનરાજ વાઘેલાએ  વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાં થયેલ ચોરીનો વણ શોધાયેલ ચર્ચાસ્પદ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસને તપાસ સોંપી જરૂરી સુચના આપી.

ચોરીનો ગુનો શોધી કાઢવા આર.ટી.વ્યાસે એલ.સી.બી.અલગ અલગ ટિમો બનાવી તપાસ કરતા એલ.સી.બી.હેડ.કોન્સ.રજનીકાંતભાઈ કૈલા તથા પો.કોન્સ.નંદલાલ વરમોરાને મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમ નાસિક ખાતે તપાસમાં મોકલી ચાર આરોપીઓને નાસિક ખાતેથી એલ.સી.બી કચેરીએ લાવી પૂછપરછ કરતા પોતે ચોરી કરેલી કબૂલાત આપતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ધાતુની(પક્ષી) એન્ટિક ચીજવસ્તુ મળી આવતા રિકવર કરેલ છે અને બીજી ટીમ દિલ્હી ખાતે તપાસ માં મોકલી બે આરોપીઓને લાવી પૂછપરછ કરતા આરોપીઓ મુદ્દામાલ ગુજરાત બહાર વેચેલો હોઈ તેમ જણાવેલ અને વધુ પૂછપરછ ચાલુ છે,આમ આરોપીઓને પકડી પાડી વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાં ચાર મહિના પહેલા થયેલ અનડીટેક્ટ પેલેસ ચોરીનો ગુનો ડિટેક્ટ કરેલ છે.
 
પકડાયેલા આરોપીઓ પૈકી રવિ વિઠ્ઠલભાઈ પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાસિકથી વાંકાનેર ખાતે આવી ગુગલ મેપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાકાનેર રણજીત વિલાસ પેલેસ તેની આજુબાજુની જગ્યાની માહિતી મેળવી પાછળ ડુંગળી વિસ્તારમાં વરસાદ ચાલુ હોય તેની તકનો લાભ લઈ જગ્યાએ રાત્રિ દરમિયાન પેલેસમાંથી ચોરી કરી દિવસ દરમ્યાન વિસ્તારમાં ચોરી કરી ખોટી વસ્તુઓ ત્યાં ફેકી દઈ કીમતી વસ્તુઓ થયેલા ભરી લઈ ગયેલાની કબૂલાત કરી હતી.
 
પકડેલા આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ સુનિલ દેવીપુજક વેચેલો હોવાનું જણાવેલ છે બંને આરોપીએ ચોરીનો મુદ્દામાલ ગુજરાત બહાર વેચવાનું જણાવેલ છે.રણજીત વિલાસ પેલેસમાં થયેલ ચોરીમાંથી પોલીસે આરોપીઓ પાસેથી ધાતુનું એન્ટીક પક્ષી નું સ્ટેચ્યુ કબજે કરેલ છે.
 
આમ ચોરીની તપાસમાં આરોપીઓને મોરબી એલસીબીએ પકડી પાડેલ  છે

. રવિ વિઠ્ઠલભાઈ ધોળકિયા દેવીપુજક,..૨૪.રહે,હાલ.નાસિક.દેવલાવી કેમ્પ ભગુર,મરાઠી  સ્કૂલ પાછળ તા.જી.નાસિક.મૂળ રહે તા.સાયલા જી.સુરેન્દ્રનગર


. અશોક લાલાભાઇ પોલાભાઈ વાંણકીયા દેવીપુજક ..૩૦ (3) કિશન ગણેશભાઈ પરસોતમભાઈ પટેલિયા દેવીપૂજક ..૨૪ () અજય વિઠ્ઠલભાઈ સનાભાઇ ધોળકિયા દેવીપુજક ..૨૨ રહે.હાલ.નાસિક,એરિકેશન કોલોની મખમલાબદ તા.જી.નાસિક.મૂળ રહે.બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ દિલ્હીમાં રહેતા ().ખીમાબેન શ્રવણભાઈ મોતીભાઈ તાજપરિયા ૬૦તથા ().સુનિલ શ્રવણભાઈ મોતીભાઈ તાજપરિયા ..૨૧ બંને રહે હાલ.જૂની દિલ્હી,જેજે કૉલોની વજીરપુર બ્લોક મકાન નં-૨૭૭ મૂળ રહે,બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા પાસે થી પોલીસે ચોરીનો માલ રિસીવ કરેલ છે

આર.ટી.વ્યાસ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી તથા .એસ.આઈ હીરાભાઈ ચાવડા તથા હેડ.કોન્સ.રજનીકાંત કૈલા,વિક્રમસિંહ ચૌહાણ, ચંદુભાઈ કાણોતરા, ફૂલી બેન તરાર, તથા પો.કોન્સ.નંદલાલ વરમોરા, દશરથસિંહ પરપાર,પૃથ્વીરાજસિંહ જાડેજા,સતિષભાઈ,કાંજીયા, ભાગીરથસિંહ ઝાલા,આસિફભાઈ ચનકીયા,આકૃતિબેન પીઠવા,ટીમ બનાવી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળ રહી.

વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાંથી એન્ટીક ચીજવસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલનાર કે માહિતી આપનારને ઈનામી તોર પર  કેશરીદેવસિંહજી દ્વારા રૂપિયા પાંચ લાખની જાહેરાત પણ કરી હતી.

(12:55 am IST)
  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • દીવ : નાગવા બીચ નજીક કારે ૨૨ વ્યકિતઓને અડફેટે લીધા : ૭ ને ગંભીર ઈજા : આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો access_time 4:26 pm IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST