Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જામકંડોરણામાં વરલીના આંકડા લેતો બાબુ રાઠોડ પકડાયો

ભીમા સોલંકીનું નામ ખુલ્યું: આર.આર. સેલનો દરોડો

રાજકોટ તા. ૧૬: રેન્જમાં પ્રોહી. જુગારની બદલી નાબુદ કરવા માટે સંદીપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ એમ. પી. વાાળ પો. સબ. ઇન્સ. શ્રી આર. આર. સેલ, નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના નરેન્દ્રસિંહ રાણા તથા મનીષભાઇ વરૂર નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે જામકંડોરણા પો. સ્ટે. વિસતારના ઇન્દીરાનગરમાં એક ઇસમ જાહેરમાં વર્લી-ફીચરના આંકડા લઇ જુગાર રમાડે છે તો તુર્તજ હકીકત વાળી જગ્યાએ માણસોને મોકલી રેઇડ કરતા આરોપી (૧) બાબુભાઇ કાનજીભાઇ રાઠોડ (ખાંટ) રે. ઇન્દીરાનગર જામકંડોરણા વાળો રોકડા રૂ. ર૮,૮૦૦/-, મોબાઇલ-૧ રૂ. પ૦૦/- મળી કુલ રૂ. ર૯,૩૦૦/-નો મુદામાલ સાથે મળી આવતા તેને ધોરણસર અટક કરેલ તેમજ સદર આરોપી આંકડાની કપાત (ર) ભીમા જેઠાભાઇ સોલંકી રે. ખજુરડા તા. જામકંડોરણા વાળા પાસે કરાવતો હોય બંન્ને આરોપીઓ વિરૂધ્ધ જામકંડોરણા પો. સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.

(12:06 pm IST)