Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોરબી જીલ્લામાં વહીવટી કામગીરી કરતા શિક્ષકોને એકસાથે મુક્ત કરવાથી કામગીરીને અસર થશે

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રીને રજૂઆત કરાઇ.

મોરબી જીલ્લામાં વહીવટી કામગીરી કરતા શિક્ષકોને એકસાથે મુક્ત કરવાથી શિક્ષણની વહીવટી કામગીરીને અસર થવાની સંભાવના હોય જે મામલે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઈ હુંબલે રજૂઆત કરી જણાવ્યું છે કે નવરચિત મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં આજ સુધી કારકુનની નિમણુક કરવામાં આવી નથી અને છ વર્ષ કરતા વધુ સમયથી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં શિક્ષકો દ્વારા વહીવટી કામગીરી પારદર્શી રીતે કરવામાં આવે છે
હાલ ફરજ બજાવતા તમામ શિક્ષકોને વહીવટી કામગીરીમાંથી છુટા કરી અન્ય શિક્ષકોને મુકવા અંગે જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવ શિક્ષકોના અને શિક્ષણના હિતમાં હોય તેવું જણાતું નથી જેથી મોરબી જીલ્લાના આશરે ૩૨૫૦ જેટલા શિક્ષકોને સ્પર્શતા પ્રશ્ન અંગે તેમજ ભવિષ્યની વહીવટી મુશ્કેલી ઉભી થવાની સંભાવનાને ધ્યાને લઈને ફેર વિચારણા કરાય તેવી માંગ કરી છે તેમજ વિવિધ ૨૦ થી વધુ માંગણીઓ લેખિત આવેદનમાં કરવામાં આવી છે

(11:37 pm IST)