Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જેતપુરમાં આરએસએસનું પથ સંચલન નીકળ્યું

  (નિતીન વસાણી) નવાગઢ :  વિજયાદશમી એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર.એસ.એસ. નો સ્થાપના દિવસ. ૧૯૨૫ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુર ખાતે ડૉકટર હેડગેવાર એ સ્થાપના કરેલી ત્યારથી આજ સુધી દેશ અને દુનિયામાં હજારો જગ્યાઓ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ઓ ચાલી રહી છે.   જેતપુરમાં પણ સંઘનું પથ સંચલન નીકળ્યું હતું. જેમાં પૂર્ણ ગણવેશ , શિસ્ત , ઘોષ સાથે સ્વયંસેવકો ભગવા ધ્વજ ની આગેવાની  સાથે જેતપુર ના મુખ્ય માર્ગો પર ફર્યા હતા અને નગરજનોએ પુષ્પવૃષ્ટિ કરી ભગવા ધ્વજ નું સ્વાગત કર્યું હતુ. આ ઉપરાંત વિજયા દશમીના દિવસે હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્ર પૂજન નું ખુબ જ મહત્વ રહેલું છે. આજ રોજ સવારે સ્વામીનારાયણ મુખ્ય મંદિર થી સંતોના હસ્તે પૂજન થઈ શસ્ત્ર રથ જેતપુર ના ૧૫ જેટલા વિસ્તારોમાં ફર્યો હતો અને લોકોએ ખુબ મોટા પ્રમાણમાં શસ્ત્ર પૂજનનો લાભ લીધો હતો.

(1:12 pm IST)