Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ભાજપની અરાજકતામાં પેદા થયેલા રાવણનું દહન કરતા પાટડી ધારાસભ્ય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ : ભાજપ ની અરાજકતા માં પેદા થયેલા રાવણ નું દહન કરતા પાટડી ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી.

મોંઘવારી બેરોજગારી ખેડૂત વિરોધી નીતિ વધતા જતા પેટ્રોલના ભાવ મુદ્દે પાટડી ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ દ્વારા પાટડીમાં રાવણનું દહન કરવામાં આવ્યું.

સમગ્ર દેશમાં હાલમાં સતત મોંઘવારી વધતી જઈ રહી છે પેટ્રોલ-ડીઝલ મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દાઓ હાલમાં બજારોમાં પણ ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે તેવા સંજોગોમાં મોંઘવારીનો માર વચ્ચે દેશની જનતા પિસાઈ રહી છે. દેશમાં સતત બેરોજગારી પણ વધતી જઈ રહી છે અને પેટ્રોલ ડીઝલ તથા રાંધણ ગેસના ભાવો આસમાને પહોંચ્યા છે જેને લઇને મધ્યમ પરિવાર અને નાના વર્ગના પરિવારો ને પોતાના રસોડા ચલાવવા મુશ્કેલ બન્યા છે.

તેવા સંજોગોમાં કાલે વિજયાદશમીની ઉજવણી નિમિત્તે પાટડી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે વધતા જતી મોંઘવારી બેરોજગારી ખેડૂત વિરોધી નીતિ અને દેશમાં થતું ડ્રગ્સ સપ્લાય ના કારણે દેશનો યુવાધન સતત વ્યસની બની રહ્યો છે તેવા સંજોગોમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવી અને અરાજકતા પેદા થયેલા રાવણનું પાટડી ખાતે દહન કરવામાં આવ્યું છે.

ત્યારે ધારાસભ્ય સોલંકી અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય ચોક માં રાવણ નું પુતળું બનાવી અને તેનું દહન કરવામાં આવ્યું છે ભાજપ જે અરાજકતા ફેલાઈ રહ્યું છે અને તેમના શાસન દરમિયાન વધેલી મોંઘવારી બેરોજગારી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સંજોગોમાં ધારાસભ્ય દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવી અને સરકારની આંખો ખોલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ત્યારે આગામી દિવસોમાં સમગ્ર દેશ માટે ભાજપના મૂળિયાં ઉખેડી ફેંકવા ધારાસભ્ય દ્વારા હાકલ કરવામાં આવી છે અને પાટડી ખાતે ભાજપની અરાજકતા  માં પેદા થયેલા રાવણનું જાહેર ચોકમાં દહન કરવામાં આવ્યું છે.

(12:12 pm IST)