Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પુતળા દહન કરવા જતા ઉપલેટાના ખેડુતોની અટકાયાત

(કૃષ્ણકાંત એચ ચોટાઈ દ્વારા) ઉપલેટા :  ગુજરાત કિશાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાની આગેવાનીમાં રાક્ષસી સરકારના પુતળા દહનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે પ્રમાણે ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં પુતળાનું દહન કરે તે પહેલા પોલીસ તંત્રએ ક્રિશાન સભાના ડાયાભાઈ ગજેરા કારાભાઈ બારૈયા, ધીરૂભાઈ લાલકીયા, કાંતીભાઈ સોલંકી, દિલીપભાઈ વસરા, ભગવાનજીભાઈ સહિતના ખેડુતોની અટકાયાત કરવામાં આવેલ હતી. આ તકે ડાયાભાઈ ગજેરાએ જણાવ્યુ હતુ કે ત્રણ કૃષી કાળા કાયદા હટાવો અને એમ.એસ.પી.નો કાયદો બનાવીની માગણી માટે ચાલતા રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેતા ખેડૂતોમા ભય બેસાડવા માટેજ યુ.પી ના લખીમપુર ખીરીમાં પાંચ ખેડુતોને પ નીચે કચડીને મારી નાખવામાં આવ્યા છે. આવા જુલ્મી અત્યાચારીઓથી ખેડુત ડરશે નહિ માંગણી માટેનું આંદોલન ચાલતું રહેશે. હત્યાકાંડના આરોપીનાં પિતા કેન્દ્રના ગૃહપ્રધાન છે. તપાસ થાય તે માટે રાજય ગુરૂ પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ તેમ જણાવેલ હતું.

(12:09 pm IST)