Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રિમાન્ડ નામંજુર થતા દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા જેલ હવાલે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૬ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકમાં પ્રાંત અધિકારી તરીકે છેલ્લા આશરે બે વર્ષથી ફરજ બજાવી રહેલા નિહાર ભેટારીયાને ગુરૂવારે એસીબી પોલીસે હથીયાર પરવાના ઈસ્યુ કરવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

આ પછી ઝડપાયેલા કલાસ વન અધિકારી નિહાર ભેટારીયાને જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત એસીબી કચેરી ખાતે લાવી ગઈકાલે શુક્રવારે સાંજે ખંભાળિયાની સેશન્સ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એસીબી દ્વારા વિવિધ મુદ્દે દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તમામ પાસાઓને ધ્યાને લઈ, નામદાર અદાલતે નાયબ કલેકટરની નિહાર ભેટારીયાના રિમાન્ડ નામંજુર કર્યા હતા. રિમાન્ડ અરજી રદ્દ થતા ઉપરોકત અધિકારીને જામનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

આ પ્રકરણની આગળની તપાસ મોરબી એ.સી.બી. એકમના પી.આઈ. પી.કે. ગઢવીને સોંપવામાં આવી છે.

(12:05 pm IST)