Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોટી પાનેલી ગરબીમાં ભારતમાતાના આબેહૂબ દર્શન કરાવી શહીદોને શ્રધ્‍ધાંજલી આપતી બાળાઓ

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની પચાસવર્ષ જૂની પ્રાચીન શ્રી શક્‍તિ ગરબી મંડળની બાળાઓ દ્વારા વિજયાદશમી ના દિવસે આંતકવાદ રૂપી રાવણ ને દહન કરવાનાં નેક ઈરાદા સાથે લડી રહેલા આપડા વીર જવાનોએ દેશ અને દેશની પ્રજાની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી રહ્યા હોય તેવા વીર જવાનો શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા દેશભક્‍તિ નો માહોલ બનાવી લોકોમાં દેશ અને વીરજવાનો પ્રત્‍યે સન્‍માન જગાવવા હૂબહૂ ભારતમાતાની સચિત્ર તસવીર ભારતદેશનાં નકશા સાથે બાળાએ માં ભારતીનો વેશ ધારણ કરી લોકોમાં ભારે આકર્ષણ જગાડ્‍યું હતું, ભારતમાતાને ફૂલની પથારી પાથરવામાં આવેલ સાથેજ આખા ચોકને રાષ્ટ્રધ્‍વજ તિરંગા અને વીર શહીદોના પોસ્‍ટરથી સજાવવામાં આવેલ ભારતમાતાને ફૂલડે થી વધાવતા લોકો દેશભક્‍તિમાં ભાવુક બની એકીસાથે ભારતમાતા કી જય ના નારા લગાવ્‍યા હતા આ તકે નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ બન્‍યો હતો મંડળના સ્‍વયંમ સેવકોએ ફટાકડા ફોડીને ભારતમાતાનું ભવ્‍ય સ્‍વાગત કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ સાથેજ બાળાઓ એ દેશભક્‍તિ ના નૃત્‍યો દ્વારા લોકોને મંત્રમુગ્‍ધ બનાવી ચોકને શહીદોની યાદમાં વીરજવાનો અમર રહો ના નારા સાથે ભારતમાતા ને સલામી અર્પિત કરેલ, આ કાર્યમાં ગરબીના સ્‍વયંમસેવકો નીતિનભાઈ, હાર્દિક, કિશોર, દીપો, ધર્મેશ, ઓમ, કૃણાલ, જમનભાઈ વગેરે જોડાઈ માતાજીના આશીર્વાદ લીધા હતા, સર્વોને મંડળના પ્રમુખશ્રી રતાભાઈ, બાબુભાઇ ગણાત્રાએ અભિનંદન પાઠવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : અતુલ ચગ -મોટી પાનેલી)

 

(11:02 am IST)