Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ભીડિયાના માછીમારોના પડતર પ્રશ્ને રજૂઆત

 પ્રભાસપાટણ : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ ખાતે વેરાવળ ભીડીયા બંદરને ફેસ ટુ સુવિધા આપવાની જાહેરાત કરી હતી પરંતુ તે થયેલ નથી ૧૯૮૩માં બંદરમાં ૮૦૦ બોટો રહી શકે તેવી સુવિધા હતી. અત્યારે બંદરમાં ૫૦૦૦ બોટો છે જેથી માછીમારોને મુશ્કેલી પડે છે. હાલમાં પાયાની સુવિધાઓ જેવી કે જે.ટી, ઓકસન હોલ, લેન્ડીંગ પોઇન્ટ, રોડ લાઇટ પાણી સહિતની સુવિધાઓ જ અપુરતી છે. જેથી વેરાવળ ભિડીયા બંદર ફેસ ટુ સુવિધા તાત્કાલીક ઉભી કરવી જરૂરી છે. આગેવાનો દ્વારા બંદરમાં ફેસ ટુ ની કામગીરી હાથ ધરવા અંગે ડ્રેજીંગ કરવા અંગે, ડીઝલના કવોટા વધારવા અંગે કોઇપણ ડીઝલ પંપ ઉપરથી ડીઝલ ખરીદવા અંગે, સહિતના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી, મંત્રી જીતુભાઇ ચૌધરી, ફીશરમેન કમિશ્નરને રૂબરૂમા ભીડીયા કોળી સંયુકત માછીમાર બોટ એશો.ના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, ઉપપ્રમુખ મનોજભાઇ સોલંકી, સાગપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, ન.પા.ના પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, ભીડીયા ખારવા સમાજના માજી પટેલે રતિલાલ ગોહેલ, લોધી જ્ઞાતિ પટેલ ચુનીભાઇ ગોહેલ, ઉપ પટેલ પ્રભુદાસભાઇ સહિતના આગેવાનોએ પ્રશ્નો અંગે રજૂઆત કરેલ અને નિકાલ માટે તાત્કાલીક માંગણી કરવામા આવેલ તે તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(10:55 am IST)