Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મીઠાપુર નજીક સોસાયટીના મામાસાહેબના મંદિરે મહાઆરતી

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર નજીક આવેલ સોસાયટી વિસ્તારમાં મામાદેવના મંદિરે નવરાત્રી નિમિતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કે જેમાં નિજ મંદિરથી લઇ મંદિરની બહાર સુધી દીવડાઓ અને ફુલોની સુંદર ગોઠવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ધોળીના ધોળે અને શરણાઇના સુરેશ્રી મામાદેવની આરતી કરવામાં આવી હતી. આ સમયે એક અલગ જ દિવ્ય અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ભકતજનોએ મામાસાહેબના દર્શન કર્યા હતા. આ આરતી અને શ્રૃંગારનો લાભ આજુબાજુના લોકોએ લીધો હતો અને આરતી દરમિયાન આખા વિશ્વને આ કોરોના જેવી મહામારીથી મુકત કરવા પ્રાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર) 

(10:54 am IST)