Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

લગ્નમાં આડખીલી પ્રેમિકાના મામાની પ્રેમીએ હત્યા કરી

જેતપુરમાં પ્રેમમાં અંધ યુવક ગુનાખોરીના રસ્તે : રિસાઈને ભાઈના ઘરે રહેવા આવેલી બહેનની પુત્રી સાથે આરોપીની આંખ મળતાં લગ્ન માટે દબાણ કરતો હતો

જેતપુર, તા. ૧૬ : પ્રેમ અને લડાઈમાં વ્યક્તિ કઈ પણ કરી જાય છે, આવાજ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેની પ્રેમિકાના મામાની કરપીણ હત્યા કરી નાખી હતી. ઘટનાની વિગત એવી છે કે પ્રેમીને તેની પ્રેમિકા સાથે એક થવામાં આડખીલી રૂપ મામાને પ્રેમી અને તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ તો પ્રેમીને તેની પ્રેમિકા ના મળી, પરંતુ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. પ્રેમી તેની પ્રેમિકાના મામાની હત્યા માટે હવે જેલમાં બંધ છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોકમાં એક કાઠી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે બે કાઠી પરિવારો સામસામે પાઇપ ધોકા જેવા હથિયારો સાથે મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં એકે દિલુ વાંક નામના કાઠી વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ જેતપુરના સામ કાંઠા વિસ્તારમાં બહાદુરસિંહ નાગભાઇ વાંક અને તેના ભાઈ દિલુ વાંક અને દડુભાઇ વાંક તેના પરિવાર સાથે રહે છે. તેમની સાથે તેની રિસામણે આવેલ બહેન હકુબેનને તેની ૧૯ વર્ષની દીકરી જાનકી પણ સાથે જ રહેતા હતા, જાનકીએ ફરિયાદી અને મૃત્યું પામનાર દિલુ નાગભાઇ વાંકની ભાણકી થતી હતી.

             છેલ્લા ૩ વર્ષ સુધી જાનકી અને તેની માતા રિસામણે ગયા પછી તેના મામાના ઘરે ગયા હતા. જાનકીની માતા અને તેના પતિ અને જાનકીના પિતા સાથે કોઈ બાબતે વાંધો પડતા તેઓ અહીં જેતપુરમાં તેમને મામાના ઘેર રહેતી હતી. જાનકીને આજ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો, અને તેની જાણ જાનકીના મામા બહાદુરસિંહ અને દિલુ વાંકને થઇ હતી. જેને લઇને તેવોએ ઉદય શેખવાની સમજવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉદય સમજ્યો નહતો, અને ઉદયે કહ્યું હતું કે, જાનકીને હું મારી પત્ની બાનવીશ, જેને લઈને સમગ્ર માથાકૂટ થઇ હતી. સાથે જાનકીના માતાને તેના પિતા સાથે સમાધાન થઇ જતા જાનકી અને તેની માતાને તેના સાસરે ઉપલેટા તાલુકાના ઢાંક ગામે પરત ગયા હતા, જેને લઈને ઉદય ભાણાકુ શેખવાએ જાનકીના મામા બહાદુરસિંહ વાંક અને દિલુ વાંક અને દડુભાઇ વાંકને કહ્યું હતું કે, તમે શા માટે જાનકીને તેના પિતા અને ગામ પરત પછી મોકલી. આ સમગ્ર ઘટનાના પગલે જાનકીના ધરાર પ્રેમી એવા ઉદય ભાણાકુ શેખવાને ગમ્યંા નહતું.

એટલું જ નહીં, તેમણે તેના ભાઈ દિલુ ભાણાકુ શેખવાને પણ ગમ્યું નહતું અને તેણે તેના સાથીને લઈને મોકાની શોધમાં હતા. જયારે જાનકીના મામા દડુભાઇ અને દિલુભાઈ વાંક ચામુંડા ચોકમાં બેઠા હતાસ ત્યારે ઉદય ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા અન્ય બે અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા હતા અને બેઝબોલના ધોકા લોખંડના પાઇપ જાનકીના મામા દડુ ભાઈ વાંક અને દિલુભાઈ વાંક ઉપર તૂટી પડ્યા હતા. જેમાં દિલુ વાંક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું,જયારે તેના ભાઈ દાદુભાઈ વાંક હોસ્પિટલમાં સારવારમાં છે. જેતપુર પોલીસે તાત્કાલિક રૂપે જાનકીના પ્રેમી ઉદય ભાણકુ શેખવા, ઉદયના ભાઈ દિલુ ભાણકુ શેખવા અને તેના અન્ય બે સાગરીતોને પકડી પડ્યા છે, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(9:14 pm IST)