Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સોમનાથ કોવિડ સેન્ટર સોમનાથ સાંસ્કૃતિક હોલ ખાતે ફેરવાયું

લોક જાગૃતિ -તબીબોની મહેનત-કોરોના દર્દીઓ ઘટ્યાં: સોમનાથ ટ્રસ્ટને આગામી તહેવારો માટે યાંત્રિક સુવિધા પુરી પાડે શકે તે માટે કરાયો ફેરફાર

(મીનાક્ષી -ભાસ્કર વૈદ્ય દ્વારા)પ્રભાસ પાટણ,તા. ૧૬: કોરોના વિશ્વ મહામારી સમયે લોકોને ઘર આંગણે સારવાર કેર મળી શકે તે માટે કોરોના મહામારીના પ્રારંભથી જ સોમનાથ ટ્રસ્ટે પોતાના હસ્તકનું અદ્યતન સુવિધાવાળુ લીલાવંતી અતિર્થીગૃહ કોરોના કોવિડ કેર સેન્ટર માટે ફાળવાયું હતું.

પરંતુ હવે કોરોના કેસ ઘટતા -લોકજાગૃતિ વધતાં તેમજ તબીબો -આરોગ્ય કર્મચારીઓના તથા વહીવટી તંત્ર પ્રયાસથી સંક્રમણ કેસો ઘટતાં જીલ્લા આરોગ્ય વિભાગે સોમનાથ ટ્રસ્ટને તેઓ ફાળવાયેલ લીલાવંતી અતિથીગૃહ પુનઃપરત સોંપેલ છે. અને સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને જીલ્લા આરોગ્ય અધિકારી કે.બી. નિમાવતના જણાવ્યા અનુસાર ખાલી થયેલ આ અતિથી ગૃહને બે -ત્રણ દિવસ સુધી સેનેટરાઇઝ કરાશે અને ત્યારબાદ આગામી તહેવારોમાં સોમનાથ આવતા યાત્રીઓને અપાશે.

સોમનાથ ટ્રસ્ટ કોરોના કોવિડ પ્રત્યેની આ સેવા ચાલુ જ રાખશે. અને તે જ સંકુલમાં આવેલ સાંસ્કૃતિ ભવન હોલમાં છ દર્દીઓને ટ્રાન્સફર કરીએ હોલમાં કોવિડ કેસ સેન્ટર સેવા ચાલુ જ રહેશે.

(11:41 am IST)