Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જામનગરમાં કોંગી મહિલા કોર્પોરેટરે આરોગ્ય અધિકારીને ફડકો ઝીક્યો: પગલાં ભરવા માંગ સાથે કામનો બહિષ્કાર

મ્યુનિ,કમિશનર યોગ્ય પગલાં ના ભારે ત્યાં સુધી કામથી અળગા રહેશે

જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે આરોગ્ય અધિકારી સાથે બોલાચાલી કરીને ફડાકા ઝીકી દેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે અને મ્યુનિ,કમિશનરને આ અંગે પગલાં લેવા માંગણી ઉઠાવાઈ છે મ્યુનિ,કમિશનર આ મામલે જ્યાં સુધી નિર્ણ્ય નહિ કરે ત્યાં સુધી કામનો બહિષ્કાર કરવા આરોગ્ય અધિકારીઓએ નિર્ણય લેતા મામલો ગરમાયો છે

   અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ જામનગરમાં રોગચાળાએ ભરડો લીધો છે  બીજીતરફ આરોગ્ય અધિકારીને કોંગી મહિલા કોર્પોરેટરે ફડકો ઝીકતા આરોગ્ય અધિકારીએ કામથી અળગા રહેવા નિર્ણય કરીને મ્યુનિ,કમિશનરને પગલાં લેવા માંગ કરી છે

(12:01 am IST)