Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જામનગર જીલ્લામાં ડેન્ગ્યુના ૧પ૦૦ કેસ : તંત્રમાં દોડધામ

મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાનો છંટકાવ, સાફ સફાઇ, જન જાગૃતિ કાર્યક્રમ

જામનગર તા.૧૬ : જામનગરમાં ડેંગ્યુના વધી રહેલા કેસોથી આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. દિવાળીના તહેવારો નજીક છે.તેવામાં ૧૫૦૦ થી વધુ ડેંગ્યુના કેસો નોંધાતા રાજયના આરોગ્ય કમિશ્નર શિવહરે પણ દોડી આવ્યા હતા.ત્યારે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીગ,મચ્છરોના ઉપદ્રવ અટકાવવા દવાનો છટકાવ કરી શેરી નાટકોથી જાગૃતિ કેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ડેંગ્યુના કેસો દ્યટાડવા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

જામનગર જિલ્લામાં ડેંગ્યુના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુએ૧૩ના ભોગ લીધા છે.ત્યારે ચિંતાજનક રીતે વધી રહેલા ડેંગ્યુના દર્દીઓની વાત મળતા જ રાજયના આરોગ્ય કમિશ્નર શિવહરે ગઈકાલે જામનગર દોડી આવ્યા હતા. જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાલ પણ ડેંગ્યુના અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારી હોસ્પિટલમાં ખાટલાઓ પણ ખૂટી પડ્યા છે. જેના પગલે તાત્કાલિક અસરથી રાજકોટથી ૧૦૦ બેડો તાત્કાલિક મંગાવી નવો ડેન્ગ્યુ વોર્ડ પણ જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવ્યો છે.ઙ્ગ

ડેન્ગ્યુના કહેરથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગ નક્કર પગલાં લઇ ડેંગ્યુના કેસો દ્યટે તેવી કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

ડેંગ્યુના વધી રહેલા કેસોને પગલે જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ફોગીગ,દવાઓના છટકાવ અને લોક જાગૃતિ માટે શેરી નાટકો,માઈકથી એનાઉન્સમેન્ટ અને ડોર ટૂ ડોર આરોગ્ય કર્મચારીઓ દ્વારા સંપર્ક કરી જાગૃતિ કેળવવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(1:11 pm IST)