Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રીક્ષામાં મુસાફરો પાસેથી ચોરી કરતી ગેંગને માળીયા મિંયાણા પોલીસે ઝડપી લીધી

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ત્રિપુટી નજરે પડે છે(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી, તા.૧૬: માળિયામાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી.

માળિયા પીએસઆઈ જે ડી ઝાલા, જયસુખભાઈ વસીયાણી, જયદેવસિંહ ઝાલા, વિપુલભાઈ ફૂલતરીયા, રમેશભાઈ રાઠોડ અને તેજપાલસિંહ ઝાલા સહિતની ટીમ માળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય  તે દરમિયાન રીક્ષામાં બેસાડી રોકડ રકમની ચોરીનો બનાવ બનેલ હોય જેમાં આરોપી નવદ્યણ ભગુભાઈ લાકડીયા (ઉ.વ.૨૫) રહે ચરાડવા પાવર હાઉસ પાસે, દેવશી સીદીક ગોવારીયા (ઉ.વ.૨૫) અને દેવકરણ દાદુ લાકડીયા (ઉ.વ.૨૨) રહે બંને મોરબી ઇન્દિરાનગર વાળાને ઝડપી લીધા છે આરોપીઓએ રીક્ષામાં પેસેન્જરને બેસાડી ફરિયાદીની નજર ચૂકવી રોકડ રકમ રૂ ૩૫૦૦ સેરવી લીધા હોય અને રીક્ષા લઇ નાસી ગયેલ હોય જે આરોપીઓને માળિયા હળવદ રોડ પર રાપર પાટિયા પાસેથી ઝડપી લઈને રીક્ષા નં જીજે ૩૬ યુ ૫૫૨૨ કીમત રૂ ૭૫,૦૦૦ અને ચોરીમાં ગયેલ રકમ રૂ ૩૫૦૦ કબજે લઈને આરોપીની ધોરણસરની અટક કરી છે.

(1:11 pm IST)