Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મોરબીમાં ત્રણ દિવસથી વિખુટી પડેલી બાળકને પરિવાર સાથે મિલન કરાવ્યુ

રંગપરમાં રહેતો ૩ વર્ષનો બાળક મોરબી જૂના બસ સ્ટેશન પાસેથી મળી આવ્યો તો': પોલીસે તેના પરિવારને શોધી બાળકને સોંપ્યો

મોરબી તા. ૧૬: મોરબી એ ડિવિઝન પોલીસે  સાત વર્ષના બાળકને તેના વાલી સાથે મિલન કરાવ્યું હતું. મોરબીના રંગપર ગામે રહેતો કરણ અમરસંગભાઈ ભાભોર ત્રણ દિવસ પહેલા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ હતો. જે આજે મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો.

મળતી વિગત મુજબ મોરબીના જુના બસ સ્ટેશન પાસે એક બાળક રડતું હોય અને તેની સાથે કોઈ કોઇ વાલી વારસ ન હોય આ બાબતની જાણ મોરબી એ ડીવીઝન પોલીસને થતા પેટ્રોલિંગમાં રહેલ પી. એન. ગોહિલ, વનરાજભાઈ ચૌહાણ, પી.સી.આર વાન સ્ટાફ ધીરેનભાઈ પરમાર, જીતુભાઈ અધારા, વીરભદ્રસિંહ ઝાલા,  રીટાબા ઝાલા અને દિનેશભાઈ ડાંગર આ બાળકને  પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા બાળક સાત વર્ષનો હોય અને પોતાનું નામ કરણ જણાવતો હતો અને તે રંગપર ગામે રહેતો હોવાનું જણાતા મહિલા પોલીસ રીટાબા ઝાલાએ રંગપર ગામે તપાસ કરતા સાત વર્ષનું બાળક કરણ અમરસંગભાઈ ભાંભોર (રહે-કુલદીપસિંહ કિરીટસિંહ ઝાલાની વાડી રંગપર ) હોવાનું તથા બાળક આશરે ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ હોય અને તેના વાલી-વારસ તેની શોધખોળ કરતા હોય જેથી તેના વાલી-વારસને મોરબી એ ડીવીઝન પોલીસ મથક બોલાવીને પોલીસે બાળક પરિવારને સોપીને માનવતાનું  ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(1:10 pm IST)