Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

લીમડી પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીએ અમદાવાદ વટવા ટ્રેન હેઠળ પડતું મુકી જીવ દીધો

સાયલાના ખાટલા ગામે ૯ માસ પહેલા હત્યા કરનાર : લીમડી મેડીકલ ચેકઅપ માટે લવાતા પોલીસને ચકમો આપી નાસી ગયેલ ઘટના સ્થળેથી યુવતીનો મોબાઇલ આઇકાર્ડ મળી આવ્યા પોલીસે ખરાઇ કરી

વઢવાણ,તા.૧૬: લીમડી સબજેલમાં હત્યા કેસનો આરોપી હર્ષલ બાવાજીને મેડીકલ ચેકઅપ માટે સારવારમાં લાવ્યા બાદ લીમડીમાં પોલીસને ચકમો આપીને ભાગેલા હર્ષદ બાવાજીએ અમદાવાદ-વટવા નજીક ટ્રેન હેઠળ પડતું મુકીને આત્માહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ લીંબડી હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયેલો આરોપી પણ ભાગી ગયો હતો .ડીવાયએસપી દોડી આવ્યા હતા ત્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી બંને આરોપીઓને પકડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાઈ હતી ત્યારે લીમડી લેબોરેટરી માંથી સાયલા પાસે હત્યા કરનાર આરોપી આજે અમદાવાદ વટવા પાસે ટ્રેન હડફેટે પડતું મૂકી આત્મ હત્યા કરી લીધી છે.

સાયલા તાલુકાના ખીટલા ગામે અંદાજે ૯ મહિના પહેલા ધીરૂભાઈ જેઠસુરભાઈ ખવડ (ઉ.વ.૩૦) અને અજયભાઈ ખવડને કારની સાઈડ બાબતે ગામમાં જ રહેતાં હર્ષદભાઈ રવિરામભાઈ બાવાજી સાથે બોલાચાલી થઈ હતી અને જેમાં ઉશ્કેરાઈ જઈ હર્ષદ બાવાજીએ પોતાની પાસે રહેલ તમંચા વડે ફાયરીંગ કરી ધીરૂભાઈ ખવડની હત્યા નીપજાવી હતી.

જે મામલે જે તે સમયે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો અને આરોપી લીંબડી સબ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. તે દરમ્યાન આરોપીને સાયલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં બે કોન્સ્ટેબલ દિલીપભાઈ રસીકભાઈ માલકીયા અને સંજયભાઈ ચતુરભાઈ દ્વારા પોલીસ ઝાપટા સાથે રૂટીન ચેકઅપ અર્થે લીંબડી ખાતે આવેલ સરકારી હોસ્પીટલમાં તપાસ માટે લાવવામાં આવ્યો હતો.

તે દરમ્યાન અચાનક હત્યાના આરોપી હર્ષદ બાવાજી બંન્ને કોનસ્ટેબલની નજર ચુકવી હોસ્પીટલમાંથી નાસી છુટતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. જયારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાઈવે સહિત જિલ્લામાં નાકાબંધી કરી હતી. ત્યારે આજે અમદાવાદ નજીક વટવા ટ્રેન નીચે પડતું મૂકી પોલીસ જાપતા માંથી ભાગનાર આરોપી હર્ષદ બાવાજી એ પોતાની જિંદગી ટૂંકાવી હતી. ત્યારે વટવા રેલ્વે પોલીસ દવારા આત્મહત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)