Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અમરેલી જિલ્લામાં નિયમીત વીજ પુરવઠો આપવા ધારાસભ્યની રજુઆત

ધારાસભ્ય ઠુમ્મર,દ્વારા ઉર્જામંત્રી-સચિવને લેખીત રજુઆત

સાવરકુંડલા તા. ૧૬ : ખેતીવાડી પ્રવાહમાં લોડ સેડીગના કારણેખેડુતોની પરેશાની વધી છે તેમ જણાવી લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજયના ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલને તેમજ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખીને છેલ્લા જુન મહિના પછી સતત વરસાદના કારણે કયારેય ખેડુતોને ખેતીવાડી વિજ પ્રવાહની જરૂરીયાત ઉભી થયેલ ન હતી પરંતુ હવે જયારે ખેડુતોને પીયત કરવાની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે અમરેલી જીલ્લાના મોટાભાગના ગામડામાં ખાસ કરીને લાઠી, બાબરા તાલુકાના ખેડુતોને બે-બે દિવસ લાઇનમાં ઉભા રહેવા છતા ખેતીવાડી વિજ પ્રવાહ મળતો નથી. વરસાદ સારો પડયો છે .ત્યારે ખેડુતોને પુરતા દબાણથી ખેતીવાડી વિજ પ્રવાહ આપવો જોઇએ તેવી રજુઆત કરી છ.ે

વધુમાં ઠુંમરે જણાવ્યું છે કે, ફોલ્ટ સેન્ટરમાં ફોન ઉપાડાતા નથી ટ્રાન્સફોર્મર કે અમારી પાસે સાધનો ઉપલબ્ધ નથી, સ્ટાફની સોલ્ટેજ છે તેવા બહાના બતાવી ખેડુતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમાંથી સરકારે બહાર આવવું જોઇએ અને પુરતો ખેતીવાડી વિજ પ્રવાહ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે તાકીદે કામગીરી કરવાની જરૂરીયાત છે અને પીજીવીસીએલના અધિકારીઓને તેમના ફોલ્ટ સેન્ટરમાં ખેડુત હેરાન થતો હોય ત્યારે ગુસ્સામાં ફોન કરે તો પણ તેમની ફરીયાદ નોંધી અને તાકીદે અધિકારીઓ ધ્યાન કેન્દ્રીત કરે તેમ ઠુંમરે જણાવ્યું હતું. વધુમાં ઠુંમરેજણાવ્યું  હતું કે પીજીવીસીએલ માટે જિલ્લાની ફરીયાદ અને સંકલન મિટીંગમાં પ્રશ્નો રજુ કરવા પડતા નથી પરંતુ તાકીદે નિરાકરણ નહી લાવવામાં આવે ત આ અંગે આંદોલન કરી અને જીલ્લાની ફરીયાદ અને સંકલન મિટીંગમાં પ્રશ્નો પણ ઉઠાવી તંત્રને જાગૃત કરવા માટેના ખેડુત માટે અમો પ્રયાસ કરીશુ તેની અધિકારીએ નોંધ લઇ અને તાકીદે કામગીરી વ્યવસ્થિત શરૂ કરે તેવી લાગણી વ્યકત કરી છ.ે

(1:06 pm IST)