Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ખંભાળિયા પીજીવીસીએલનું વડત્રા સબડીવીઝન ધણીધોરી વગરનું: અહિં કોઇને ફરજ બજાવવી જ નથી

ચાર્જ લેનાર અધિકારી રજા પર ચાલ્યા જાય છેઃ કચેરીએ રોજ ગ્રામજનોના ટોળા આવે છે

ખંભાળિયા તા.૧૬ : ખંભાળિયા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું વડત્રા સબ ડીવીઝન એટલે એટલે ધણી વગરની કચેરી એમ કહેવું ખોટુ નથી.

વડત્રા સબ ડીવીઝનમાં કોઇ ડેપ્યુટી ઇજનેર જ નથી જો કોઇના ઓર્ડર થાય તો તે હાજર નથી થતાં કે હાજર થઇને ચાલ્યા જાય છે. તો બી જુ.ઇ. છે પણ તેઓ પણ આ ત્રાસમાં ભાગ્યે જ આવે છે અને જેને ચાર્જ સોંપાય તે ફોન બંધ કરી દે છે.

રોજ ગ્રામજનોના ટોળા ઉમટે છે

વડત્રા સબડીવીઝન હેઠળ આવતા ગામડાઓમાં એટલો અંધેર વહીવટ ચાલે છે અને કોઇ કચેરીએ સાહેબો પણ ના હોય ઇન્ચાર્જને રસ ના હોય આ કચેરીએ રોજ ગ્રામજનોના ટોળા ઉમટે  છે અને કોઇ અધિકારી ના મળતા કાર્યપાલક ઇજનેરને પકડે છે અને તેમને ફરિયાદો થાય છે.

ફોન બંૅધ કંપલેન કોઇ લેતુ નથી

ગઇકાલે આ વિસ્તારના એક કારખાનાના ગ્રાહકને ફોલ્ટ થતાં ફરિયાદ કરવી પડે તેમ થતાં કોઇ ફોન ઉપાડતું જ નથી  તો જે પીજીવીસીએલ દ્વારા ફોન આપેલા છે તે કોઇ ચાલુ જ કરતુ નથી.

ફરીયાદ થાય તો કાર્યપાલક ઇજનેરને થાય

નવાઇની વાત એ છે કે વડત્રા વિભાગમાં કોઇ કંપલેન થાય તો તે કાર્યપાલક ઇજનેરને કરવી પડે અને તે કરે તો થાય તાજેતરમાં પાંચ ગામમાં ઉભો થતા કાર્યપાલક દોડયા હતા. વાયર તૂટે સ્ટાફ ના હોય તો ધ્યાન કાર્યપાલક રાખવાનું.  વડત્રા પીજીવીસીએલ પરિસ્થિતિ એવી થઇ છે કે ગ્રાહકોના બીલો ના ભરાય તો કોઇ કહેનાર નથી, ગ્રાહકોની લાઇટ બંધ હોય, ટ્રાન્સફોર્મર બંધ હોય, ગંભીર ફોલ્ટ હોય, કોઇ જવાબદાર જ ના હોય જેથી સાચી રીતે રેગ્યુલર બીલ ભરનારા કર્મચારીઓ અને ગ્રાહકો પણ થાકી ગયા છે.

રોજ ટોળા ઉમટે છે જવાબ આપે તેવું કોઇ નહી

વડત્રા વીજ કચેરીએ રોજ ગામડાઓમાં હાલ ખેતરોમાં પાણીની જરૂર છે અને થ્રી ફેઇજ જોડાણો ચાલુ ના હોય ખેડુતો ત્રાસી  જઇને રોજ ટોળા ઉમટે છે. પણ તેમને શાંતિથી જવાબ આપે તેવું કોઇ હોતુ નથી અને કોઇ અધિકારી પણ જવાબદારના હોય વધ્યા સબ ડીવીઝનની આ સ્થિતિ સ્ફોટક બને તો નવાઇ નહી. (૭.ર૯)

(1:05 pm IST)