Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જુનાગઢ જોશીપરમાંથી જુગાર રમતાં ૯ ઝડપાયા : ૮૮ હજારની માલમતા જપ્ત

જુનાગઢ, તા. ૧૬ : જૂનાગઢ  જિલ્લા પોલીસ વડા  સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી.સોલંકી. તથા, પો.હે.કો.દેવાયતભાઈ સામતભાઈ,તથા પો.કોન્સ.રમેશભાઇ મંગાભાઈ, જયેશભાઈ માધાભાઈ, અજયસિંહ મહીપતસિંહ તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ સહિતના સ્ટાફ માણસો પ્રોહી જુગારના કેસો શોધવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. જયેશભાઇ માઘાભાઇ ને મળેલ બાતમી આધારે જુનાગઢ જોશીપરા હનુમાનપરા પાણી ના ટાંકા વાળી ગલી પાસે હિતેષ ભાઇ દેવાભાઈ વાઢીયાના મકાનમા રેઈડ કરેલ જેમાં રેઈડ દરમ્યાન જુગાર રમતા આરોપીઓ નં.(૧) પકંજભાઈ મનશુખભાઈ ગેવરીયા પટેલ ઉ.વ.૩૦ રહે.પીપળવા તા.જેતપુર જી.રાજકોટ તથા (૨) રમેશભાઇ હંશરાજભાઈ સોજીત્રા ઉ.વ.૫૨ રહે.શાંતેસ્વર રોડ જીલ્લા પંચાયત સોસાયટી, જૂનાગઢ તથા (૩) પકંજ અશોકભાઈ કટકીયા ઉ.વ.૩૦ રહે.શાતેસ્વર મંદિર પાસે જૂનાગઢ તથા (૪) કીશોરભાઈ રવજીભાઈ મકવાણા જાતે ખાંટ રાજપુત ઉ.વ.૬૧ રહે.સરદારપરા સુર્ય મંદિર પાછળ જૂનાગઢ તથા (૫) ચંદુ ઉર્ફ ચંદ્રેશભાઈ વલ્લભભાઈ કોટડીયા રહે.જુનાગઢ જોશીપરા શાંતેસ્વર રોડ શકિતનગર તથા (૬) રાજુભાઈ મેરૂભાઈ ભુવા જાતે કોળી ઉ.વ.૩૬ રહે.જુનાગઢ, જોશીપરા હનુમાનપરા પાણીના ટાંકા પાસે તથા (૭) રવીભાઈ બાબુભાઈ ગોડલીયા જાતે.બાવાજી ઉ.વ.૪૦ રહે.જુનાગઢ દોલતપરા સ્વામીનારાયણ સોસાયટી તથા (૮) જગદીશભાઈ અંબાવીભાઈ રાદડિયા જાતે.પટેલ ઉ.વ.૨૮ રહે.જુનાગઢ,ઝાંઝરડા રોડ બાયપાસ પાસે તથા (૯) હિતેષ ભાઈ દેવાભાઈ વાઢીયા જાતેઘેડીયા કોળીઙ્ગ ઉ.વ.૩૬ રહે.જુનાગઢ જોશીપરા હનુ માનપરા વાળાઓ તીનપતી નામનો હારજીતનો જુગાર રમતા મળેલ આવેલ જેઓની પાસેથી રોકડ રકમ રૂ.૮૨,૩૪૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૭ કિંમત રૂ.૬,૦૦૦/- મળી કુલ રૂ.૮૮,૩૪૦/- નો મુદામાલ મળી આવેલ હોય જે તમામ મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે તેમજ આરોપીઓ ને જુગારધારા ક.૪-૫ મુજબ પકડી પાડવામાં આવેલ છે. અને પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ઘ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.બી.સોલંકી દ્વારા સરકાર તરફે બની જુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવેલ છે. (તસ્વીર : અહેવાલ -વિનુ જોષી, જુનાગઢ)

(1:04 pm IST)