Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી દેનાર કોડીનાર પંથકના યુવાનને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ઉના, તા. ૧૬ : બે વરસ પહેલા સગીરા ઉપર દુષ્કર્મ કરી ગર્ભ રાખી બાળક રાખી દીધાના ગુનામાં ઉનાના સ્પેશ્યલ પોસ્કો કોર્ટ ૧૦ વરસની સખત કેદ તથા ૧૬ હજાર રૂપિયા દંડ ફટકારી નોંધપાત્ર ઝડપી ચૂકાદો આપ્યો હતો.

આ કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપી જેલમાં હતો. સગીરા ઉપર દુષ્કર્મમાં ૧ બાળકની કુંવારી માતા બની હતી.

ઉનાના કોડીનાર તાલુકાના ગામે રહેતી ૧પ વરસ ૯ માસની સગીરાને પીછવી ગામનો બાબુ બચુભાઇ ભાલીયા ઉ.વ.૩૧ તા. ૩૦-૭-ર૦૧૭ ના ચાર માસ પહેલા સગીરા એકલી ઘરે હતી ત્યારે અવાર નવાર સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કરતો. સામાન રાખવાની ઓરડીમાં લઇ જઇ હવસનો શિકાર બનાવતો હતો. ૪ માસનો ગર્ભ રાખી દીધેલ. સગીરાના પરિવારના સભ્યોને જાણ થતાં આ બાબતે આરોપીને કહેતા આરોપીએ જો કોઇને વાત કરીશ તો સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાનું પેટ મોટુ દેખાતા પરિવારે પૂછપરછ કરતા સગીરા ભાંગી પડી હતી. બધી વાત કરતા કોડીનાર પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ આરોપી બાબુ બચુભાઇ ભાલીયા રે. પીછવી તા. કોડીનાર વાળા સામે ફરીયાદ નોંધાવતા પોલીસ ગુનો દાખલ કરી. આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલહવાલે કરવા હુકમ કરેલ હતો. પોલીસે કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ.

આ કેસ ઉનામાં આવેલ સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલતા કેસ દરમિયાન સગીરાએ એક બાળકનો જન્મ આપેલ હતો. કોર્ટમાં સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે સગીરાની જુબાની, સગીરાનો મેડીકલ રીપોર્ટ તથા સગીરાના બાળક તથા આરોપી બાબુ ભાલીયાના ડીએનએ ના સેમ્પલ એફએસએલમાં ચેક કરતા સગીરાના બાળકનો પિતા આરોપી નિકળેલ. ડી.એન.એ. રીપોર્ટ પોઝેટીવ આવતા તે રીપોર્ટ તથા હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરી આકરામાં આકરી સજાની માગણી સરકારી વકીલ મોહનભાઇ ગોહેલ કરેલ હતી.

ઉનાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટના જજશ્રી ડી.એસ. ત્રિવેદીએ આરોપી સામેના તમામ પુરાવા એફએસએલ રીપોર્ટ ડી.એન.એ. રીપોર્ટ તથા અધિકારીની જુબાની ડોકટરની, સગીરાની જુબાની ધ્યાને લઇ આ કેસ આરોપી ાસમે સાબતી થતો હોય આરોપી બાબુ બચુ ભાલીયા જાતે કોળીને આઇ.પી.સી. ૩૭૬ (ર) ના ગુનામાં ૧૦ વરસની સખત કેદ રૂ. પ૦૦૦ દંડ સ્પેશ્યલ પોસ્કો કલમ (૪)માં ૭ વરસની સખત કેદ રૂ. પ૦૦૦ દંડ પોસ્કો કલમ (૬)માં ૧૦ વરસની સખત કેદ રૂ. પ૦૦૦ દંડ તથા આઇપીસી-૪પરના ગુનામાં ૧ વરસની સાદી કેદ રૂ. પ૦૦ દંડ તથા જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં ૧ વરસની સાદી કેદ રૂ. પ૦૦/- દંડની સજા કરેલ હતી. તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે. ૧૦ વરસ સખત કેદ કુલ ૧૬૦૦૦/- રૂપિયા દંડની નોંધપાત્ર ચૂકાદો આપેલ હતો.

આ કેસ દાખલ થયાને માત્ર ર વરસ ૩ મહિનામાં ઝડપી ચૂકાદો આપેલ હતો. કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપીને જામીન મળેલ ન હોય જેલમાં રહેલ અન્ડર ટ્રાયલ કેસ ચાલ્યો હતો.

(11:51 am IST)