Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભાવનગરમાં ૪ વર્ષની બાળા સાથે ૪૮ વર્ષના ઢગાના બિભત્સ અડપલા

ફિરોજ ઉર્ફે હિતુ કુરેશીને પોલીસે ઝડપી લીધોઃ લોકોએ ફિટકાર વરસાવ્યો

 ભાવનગર, તા. ૧૬ :. ભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા સાથે ૪૮ વર્ષના ઢગાએ બિભત્સ અડપલા કરતા ભારે ફીટકારની લાગણી જન્મી હતી. પોલીસે નરાધમ શખ્સને ઝડપી લીધો છે.

મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ શેરી નં. ૮માં મસ્જીદ પાસે રહેતો ફિરોજ ઉર્ફે હિતુ કુરેશી (ઉ.વ. ૪૮) નામના શખ્સે ગત રાત્રીના સમયે ૪ વર્ષની માસુમ બાળાને ઘરેથી લઈ જઈ થોડે દૂર એક કેબીન પાસે લઈ જઈ અંધારામાં બાળા સાથે શારીરિક અડપલા કર્યા હતા અને અશ્લિલ ચેડા કરી નાસી છૂટયો હતો.

આ બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ભોગગ્રસ્ત બાળાના પરિવારની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવે લોકોએ નરાધમ શખ્સ સામે ભારે ફીટકાર વરસાવ્યો હતો. એ-ડિવીઝન પોલીસ આ બનાવની તપાસ ચલાવી રહી છે.

(11:49 am IST)