Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રાજય સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ્ કરાતા હળવદ મામલતદારને આવેદન :પરીક્ષાર્થીઓનો સરકાર સામે આક્રોશ

(દીપક જાની દ્વારા )હળવદ,તા.૧૬: ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા આગામી તા.ર૦ના યોજાનારઙ્ગ બિનસચિવાલય અને ઓફિસ આસી.ની પરીક્ષા રદ્ કરાતા રાજય સહિત હળવદ પંથકના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે ત્યારે આજરોજ હળવદ મામતલદાર કચેરી ખાતે પરીક્ષાર્થીઓ ધસી ગયા હતા અને રાજય સરકાર સામે વિરોધ નોંધાવી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજય સરકારની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંદાજે ૩પ૦૦થી વધુ જગ્યાઓ પર બિનસચિવાલયની પરીક્ષામાં લેવામાં આવવાની હતી પરંતુ રાજય સરકાર દ્વારા આ પરીક્ષા એકાએક રદ્ કરાતા રાજય સહિત હળવદના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી સાથે રોષ વ્યાપી ગયો હતો. ત્યારે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધસી જઈ સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોના સ્વપ્નાઓ વેર-વિખેર થઈ ગયા છે. જેના કારણે વિદ્યાર્થીઓ અવળા રસ્તાઓ પર દોરાય છે. ત્યારે વિદ્યાર્થીઓના પરિવારજનો સામે આવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા યોગ્ય નિર્ણય લેવા રાજય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારના આવા કઠોર અને કપરા નિર્ણય લેવાથી તમામ વિદ્યાર્થીઓ સાથે ભારોભાર અન્યાય થયો છે. ત્યારે રાજય સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોગ્ય નિર્ણય લેવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

(11:49 am IST)