Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કુતિયાણામાં ગેરકાયદે પીસ્તોલ સાથે ઝડપાયેલા પાલિકાના પ્રમુખના ૨ ડ્રાઇવરોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ

પોરબંદર તા. ૧૬: કૃતિયાણામાં પરવાના વિનાની પીસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપાયેલા પાલિકા પ્રમુખ ઢેબીબેન ઓડેદરાના બન્ને ડ્રાઇવરો આઝીઝ ઉર્ફે અજૂ દાઉદ સફિયા (ઉ.વ.૨૫) તથા ઈકબાલ ઉર્ફે ભોલો સલીમ માડમ તથા (ઉ..વ૨૪)ને રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. બન્ને ડ્રાઇવરો પાસે ગેરકાયદે ૧-૧ પીસ્તોલ અને કાર્ટીસ મળી આવ્યા હતા.

 રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો ની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને અસામાજિક તત્વો ને ડામવા સારૂ અને સમાજ માં શાંતીમય વાતાવરણ જળવાય રહે  તે માંટે ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માંટ જુનાગઢ રેન્જ આઇજીપી સનદીપસિંહ  તરફ થી સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને ર્ંપોરબંદર પોલીસ અધિક્ષક  ડો.પાર્થરાજસિંહ ગોહીલ માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ચાર્જ ર્ંના. પો. અધિ.  જે.સી.કોઠીયા ની રાહબરી હેઠળ ર્ંકુતિયાણા પો.સબ.ઈન્સ. કે.એસ.ગરચર્રં પો. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ર્ંપો.કોન્સ. નટવરભાઈ  દુદાભાઈ અને ભરતભાઈ ભોજાભાઈર્ં ને મળેલ ચોક્કસ હકીકત આધારે ર્ંપટેલ પાન, કસ્ટમ ચોક પાસે,  કુતિયાણા  તા.કુતિયાણા જી.પોરબંદર્રં ખાતે થી આરોપી ન-૧)અજીજ ઉર્ફે અજુ દાઉદભાઈ સફિયા  ઉ.વ.૨૫ રહે.ખારીજાર, કુતિયાણા જી.પોરબંદર વાળા પાસેથી  ગેરકાયદેસર આધાર પરવાના વગરની ચાલુ હાલતની ર્ંપીસ્તોલ કિં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવિત કાર્ટીસ નઁગ-૫ કિં.રૂ.૫૦૦ર્ંતેમજ આરોપી ન-૨) ઈકબાલ ઉર્ફે ભોલો સલીમભાઈ માડમ ઉ.વ. ૨૪ રહે.ખારીજાર, કુતિયાણા જી.પોરબંદર વાળા પાસેથી  ગેરકાયદેસર આધાર પરવાના વગરની ચાલુ હાલતની ર્ંરિવોલ્વર  કિં.રૂ.૨૦,૦૦૦/- તેમજ જીવિત કાર્ટીસ નઁગ-૨ કિં.રૂ.૨૦૦ વાળા ને પકડી પાડી ર્ંકુલ કિં.રૂ.૪૫,૭૦૦ર્ં નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.  

આ કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટેશન ના ર્ંહઠીસિંહ દેવદાનભાઈ, નટવરભાઈ દુદાભાઈ, ભરતભાઈ ભોજાભાઈ,  અલ્તાફભાઈ હુસેનભાઇર્ં વિગેરે સ્ટાફે  જહેમત ઉઠાવી હતી.

(11:47 am IST)