Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સુરેન્દ્રનગરમાં ધુલિયા રસ્તાથી લોકો ત્રાહીમામ દિવાળીના પરબે પણ સ્થિતિ સુધરશે નહિં

વેપારીઓના શોકેસ અને માલ પણ બગડી રહ્યો છે જે ગ્રાહકો લેતા પણ નથી : સુરેન્દ્રનગરની જેમ વઢવાણની પણ આજ સ્થિતિ છે. વઢવાણમાં તો રોડ પર મોટા ખાડા પડી ગયા છે છતાં તંત્રને મરામત કરવામાં રસ નથી, સતત ધૂળ ડમરીને કારણે શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે.

વઢવાણ તા ૧૬  :  સુરેન્દ્રનગર-વઢવાણના જાહેર માર્ગો ઉપર ખાડા રાજ આવ્યું છે. રોડ રસ્તા સદંતર ફેલ થઇ ગયા છે. વઢવાણના ધોળીયાળના પુલ ઉપર તો સળીયા પણ બતાવવા લાગ્યા છે રોડ રસ્તા બનાવતા કોન્ટ્રકટરો પાસે ટેન્ડર સમયે શું પ્રક્રિયા થાય છે. રોડ રસ્તાની ગુણવત્તા શું છે અને આ રોડ રસ્તા કેટલો ેસમય સુધી ટકશે આ બધુજ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ અપાતા સમયે ફોર્મમાંજ માત્રને માત્ર બાહેંધરી લેવામાં આવે છે.

હાલમાં સતત વરસાદ વરસતા શહેરના જાહેર માર્ગો કયારે બન્યા કેવી રીતે બન્યા, કેટલો માલ વપરાયો, કોન કોન્ટ્રાકટ હતો એ બધુ જ વરસાદી પાણીની સાથે સુરેન્દ્રનગર-વઢવાણ ના રોડમાં તણાઇ ગયું છે.

સુરેન્દ્રનગરમાં ડમરી ધુળ ઉડી રહી છે સામે આવતા લોકો અને સામે દુરથી આવતું ફોર વિલર પણ લોકો ન દેખાય એટલી માત્રામાં ધુળ ડમરી ઉડી રહયા છે. સુરેન્દ્રનગરમાં ધુળ ડમરી ઉડવાના કારણે વેપારીઓનો લાખોનો માલ આખોય દિવસ ધુળડમરી ઉડવાને કારણે બગડી રહયો છે. સુરેન્દ્રનગરમાં ઉડતી ધુળ ડમરીના કારણે માણસો બિમાર પડી રહયા છે. સુરેન્દ્રનગર શહેરમાં અજગરી માંદગીનો ભરડો થઇ રહયો છે. માણસોના આવા રોડ રસ્તાને લઇને વાહનોથી લઇ આરોગ્ય સુધી અસર વાર્તાઇ રહી છે.

છેલ્લા ૧૫ દિવસમાં ડમરીધુળના કારણે લોકો શ્વાસ, શરદી, ઉધરસ જેવા રોગનો શિકાર મોટી માત્રામાં બની રહયા છે.

સુરેન્દ્રનગર-દુધરેજની આ નગરપાલીકા હાલમાં સવાર અને સાંજ પાણીના ટેન્કરો ભરીને રોડ રસ્તા ઉપર ઠાલવી રહી છે, પરંતુ આ લોકોની સમસ્યા જે છે એનું નિરાકરણ લાવવામાં આવતુ નથી.

સુરેન્દ્રનગર જીલ્લો છે અને તેના પણ તાલુકા મથકો પણ છે છતાં હવે શહેર મટીને ગામડું બોલે છે તેવી હાલત દુર્દશા સર્જાઇ છે અને લોકો યાતના ભોગવી રહયા છે. વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. માંદગીનો ભોગ પણ બની રહયા છે, ત્યારે તહેવારોમાં લોકોને યાતનાનો અંત કયારે એ સવાલ ઉદભવ્યો છે. (તસ્વીર-અહેવાલ ફારૂક ચોૈહાણ-વઢવાણ)

(11:47 am IST)