Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જસદણના આલણસાગર ડેમનાં જળ વધામણા કાર્યક્રમમાં હરીફ જુથના નામે ખોટો પ્રચાર

સૌને સાથે રાખીને કાર્યક્રમ યોજાયો હતોઃ ધીરૂભાઇ ભાયાણી

આટકોટ,તા.૧૬:જસદણ આલણસાગર ડેમના નવા નીરના વધામણાનો કાર્યક્રમ સૌને સાથે રાખી યોજાયો હોવાનું શહેર ભા.જ.પ.ના પુર્વ પ્રમુખ અને ભા.જ.પ.અગ્રણી ધીરૂભાઈ ભાયાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

નીરના વધામણાના કાર્યક્રમ સમયે જસદણ તાલુકા ભા.જ.પ.પ્રમુખ ધીરૂભાઈ રામાણી, ભા.જ.પ.અગ્રણી દેવશીભાઈ ટાઢાણી, શહેર ભા.જ.પ.પ્રમુખ અનિલભાઈ મકાણી,નગરપાલીકાના સદશ્ય વષીબેન સંજયભાઈ સખીયા, નીતિનભાઈ ચોહલીયા, મીઠાભાઈ છાયાણી, વિનુંભાઈ બુટાણી, દિપુભાઈ ગીડા, શ્રીકાંત વેકરીયા, તાલુકા ભા.જ.પ.મહામંત્રી મનસુખભાઈ ડામચીયા, ગોરધનાઈ છાયાણી, માવજીભાઈ છાયાણી, ચનાભાઈ મોહનભાઈ છાયાણી, વલ્લભભાઈ કેતનભાઈ લાડોલા,અરૂણભાઈ વધાસીયા, જાદવભાઈ માલકીયા સહીતના ભા.જ.પ.ના પાટીદાર સમાજ સહીતના આગેવાનો હાજર રહયા હતા.

નિરના વધામણા અને માતાજીની લાપસીનો કાર્યક્રમ કેબીનેટ મંત્રી દ્વારા યોજવામાં આવ્યો નથી શહેર ભા.જ.પ.ના આગેવાનોએ કાર્યક્રમ નકકી કરી કેબીનેટ મંત્રીને આમંત્રીત કરવામાં આવ્યા હતા જેમાં કદ પ્રમાણે વેતરી નાખવાના કોઈ પ્રયત્ન થયા નથી, પ્રચાર પ્રસાર સામગ્રી સ્થાનીક આગેવાનોએ તૈયાર કરી હતી જેથી રાજકીય ઈર્ષા અને સતાનું આધિપત્ય જાળવવા માટે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કોઈ પ્રયત્ન કર્યા નથી ભા.જ.પ સૌનો સાથ સૌનો વિકાસને મહત્વ આપે છે અન્ય આગેવાનો. જસદણમાં હાજર ન હોવાના કારણે કાર્યક્રમમાં હાજર રહયા નથી, હરીફ જુથના નામે શહેરના કેટલાક કહેવાતા પાટીદાર આગેવાનો ખોટો પ્રચાર કરી કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભા.જ.પ.ની શાખને હાની પહોચાડવાના પ્રયત્ન કરે છે. તેમ અંતમાં ધીરૂભાઇ ભાયાણીએ જણાવ્યું હતું.

(11:46 am IST)