Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ખેલમહાકુંભમાં ઢસા જં.કન્યા પ્રા.શાળાની હોકીની ટીમનો વિજય

રસનાળ (તા.ગઢડા) ઢસા જં.ની બુધગરની ધાર પાસે પ્રકૃતિના સાનિધ્યમાં યોજાયેલ ખેલમહાકુંભની રમતો પૈકીની અંડર-૧૪ બહેનોની હોકી સ્પર્ધામાંશ્રી ઢસા જંકશન કન્યા પ્રા.શાળાની વિદ્યાર્થીનીઓની ટીમ બોટાદ ઝિલ્લામા પ્રથમ નંબરે આવેલ છે અને હવે તે આગામી સમયમા રાજયકક્ષાએ વડોદરા મુકામે રમવા જશે. શાળામા હોકીની વ્યવસ્થા ન હોવા છતા શીખવાની ધગસ અને અથાગ પરિશ્રમ થકી બોટાદના છેવાડાના આ ગામની આ બાળાઓને અદ્ભૂત રમત દાખવીને જિલ્લાકક્ષાએ સ્થાન મેળવ્યુ છે.આ સ્પર્ધાનું આયોજન આર.જે.એચ.ના શિક્ષક સંજયભાઇ દ્વારા સફળતાપૂર્વક કર્યુ હતું. (તસ્વીરઃ બળવંત ત્રિવેદી)

(11:46 am IST)