Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ધારીમાં ડેન્ગ્યુ સામે ગ્રામ પંચાયતે કમર કસીઃ ઠેર ઠેર ડીડીટી છંટકાવ અને ફોગીંગ

ધારી તા. ૧૬: ડેંગ્યુના ભરડા સામે ગ્રામપંચાયત દ્વારા ડી.ડી.ટી. છંટકાવ, ગામના તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર દવા છંટકાવ પુરજોશમાં ચાલુ કરવામા આવી છે.

ડેંગ્યુના ભરડા સામે અને સતત પ્રસરી ગયેલા રોગચાળા સામે આખા ગામડા ડીડીટીનો છંટકાવ ધારી ગ્રામપંચાયતે શરૂ કર્યો છે. ગામના તમામ વિસ્તારોમાં પંચાયત દ્વારા દવા છંટકાવ કરી લોકોન સ્વાસ્થ્ય દરકાર થઇ રહી છે.

શહેરમાં ડેંગ્યુ અને રોગચાળાએ ચોમાસા બાદ માજા મૂકી છે ત્યારે ગ્રામજનોના સ્વાસ્થ્ય જાળવણીના શુભાદેષ સાથે સરપંચ જીતુભાઇ જોશીની સુચના મુજબ પંચાયતે ડીડીટી મંગાવી ગામના તમામ વિસ્તારોમાં સરપંચ અને પંચાયતની ટીમના માર્ગદર્શન હેઠળ દવા છાંટવા કામગીરી પ્રારંભી દીધી છે.

(11:45 am IST)