Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મોરબીમાં સીસીરોડ, જંકશન સુધારણા માટે ૨ કરોડની રકમની ફાળવણીઃ વિનોદભાઇ ચાવડાની સફળ રજુઆત

મોરબી,તા.૧૬:કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના સદ્યન પ્રયત્નો અને જાગૃતતાને પગલે તાજેતરમાં રાજય સરકારે કચ્છના રસ્તાઓ માટે ૧૦ કરોડથી વધુ રોડ રસ્તાના કામો તેમજ મોરબીના રસ્તાઓ માટે રૂ ૨ કરોડની ગ્રાન્ટ ફાળવી છે

સાંસદ વિનોદભાઈ ચાવડાના પત્ર વ્યવહાર ઉપરાંત સ્થાનિક જાગૃત પ્રજા પ્રતિનિધિઓની સતત રજૂઆત અને સાંસદની જાગૃતતાને પગલે રાજયના નાયબ મુખ્યમંત્રી તથા માર્ગ અને મકાન વિભાગ મંત્રી નીતિનભાઈ પટેલે કચ્છના રસ્તાઓ માટે ૧૦ કરોડથી વધુ રોડ રસ્તાના કામો મંજુર કર્યા છે ભુજ શહેર ભીડ નાકાથી સરપટ ગેટ મજબૂતીકરણ માટે ૧૫૦ લાખ ભુજ રેલ્વે સ્ટેશન એપ્રોચ રોડ માટે પચાસ લાખ પાનધ્રોથી નારાયણ સરોવર રોડ ખાસ મરામત માટે ૨ કરોડ શિરવા, મેરાઉ, ગોધરા, લાયજા રોડ ૫૦ મીમી બીએમ તથા ૨૦ મીમી એમએસએસ માટે ૨ કરોડ, રાપર તાલુકાના ફતેહપર- આડેસર રોડ, માટે પેચ કામગીરી ૨ કરોડ તેમજ અંજાર તાલુકાના અંતરજાળ-કીડાણા, ભારપર-તૃણા રોડ, સિલેકટેડ લેન્થમાં એફડીઆર માટે ૧૨૫ લાખ, આદિપુર ગાંધીધામ ટાગોર રોડ અને આદિપુર-મુન્દ્રા રોસ મજબૂતીકરણ અને ડામર રોડ માટે મંજુર કર્યા છે.

(11:44 am IST)