Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ધોરાજીમાં આરોગ્ય- સફાઇ બાબતે તંત્ર દ્વારા ખાત્રી મળતા ૧૨માં દિવસે આંદોલન સમેટાયું

ધોરાજી,તા.૧૬:ધોરાજીમાં સફાઈ અને રોગચાળા મામલે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના ઉપવાસી ગંભીરસિંહ વાળા અને વિઠ્ઠલભાઈ હિરપરા ના સમર્થનમાં આજે ધોરાજી લાયન્સ કલબ, તેજા બાપા અન્નક્ષેત્ર, વોરા સમાજ,વકીલ મંડળ,લેઉવા પટેલ કેળવણી મંડળ, બ્રહ્મ સમાજ, સમસ્ત સિંધી સમાજ લુહાર સમાજ ફિલ્મ લોહાણા સમાજ, જૈન સમાજ,બ્રહ્મક્ષત્રિય સમાજ, વણિક જ્ઞાતિ સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉપવાસીના સમર્થનમાં પ્રાંત અધિકારી ને સામુહિક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં ડેન્ગ્યુના રોગચાળાએ માઝા મૂકી હોય, હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની અછત,પાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓની સફાઈ થાઈ જયારે શહેરની સોસાયટીઓમાં સફાઈ થતી નથી.પાલિકા દ્વારા એકસપાયરી થયેલ ડિડીટી છટાઈ છે. પાણીની લાઈનો તૂટેલી હોવાથી ગંદકી સર્જાઈ છે.

આવા પ્રશ્ને ૭૦ વર્ષના નિવૃત્ત્। સૈનિક ઉપવાસ આંદોલન કરે તેમ છતાં ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદના પેટનું પાણી હલતું નથી. તે લોકશાહી માટે લાંછનરૂપ ગણાઈ.

આ તમામ બાબતોને ધ્યાને રાખીને સત્વરે સફાઈ, તજજ્ઞ ડોકટરોની નિમણૂક કરવા માગણી કરાઈ હતી.

પ્રાંત અધિકારી એ આવેદન સ્વીકારી એક અઠવાડિયામાં સફાઈ કામ દુરસ્ત કરવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વધુ ટિમોને કામે લગાવી ફોગીંગ સહિત કામગીરી તેજ ગતિએ કરવા ખાત્રી આપતા ઉપવાસીઓ ગંભીરસિંહ વાળા વિઠ્ઠલભાઈ હિરપરા વિગેરે ને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ વકીલ મંડળના વી. વી. વઘાસિયા અને સી. એચ. પટેલ દ્વારા પારણાં કરાવતા ૧૨ માં દિવસે ઉપવાસ આંદોલન પૂર્ણ થયું હતું.

ડેપ્યુટી કલેકટરને આવેદનપત્રઙ્ગ પાઠવવા માટે એડવોકેટ ચંદુભાઈ પટેલ ભારત વિકાસ પરિષદના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા લાયન્સ કલબના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ પૂર્વ નગરપતિ કેપી માવાણી સહકારી અગ્રણી જેડી બાલધા વિવેકાનંદ પરિવારના રાજુભાઈ એરડા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોતવાણી બાર એસોસીએશનના પ્રમુખ વી વી વઘાસિયા રજાકસા બાપુ ફકીર સહિત ધોરાજીની વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તથા રાજકીય તેમજ બિન રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(11:44 am IST)