Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોરબંદર હિન્દુ સ્મશાન ભુમિના કર્મચારીઓના ૯ માસના ચડતા પગાર ચુકવી આપવા માંગણી

પોરબંદર,તા.૧૬: હિન્દુ સ્મશાન ભુમિમાં ફરજ બજાવતા કર્મચારીઓને ૯ માસથી ચડતા પગાર ચુકવવામાં આવેલ ન હોય દિવાળી તહેવારો સમયે કર્મચારીઓ  ખેંચમાં આવી ગયેલ છે.

દિવાળી પહેલા ચડત પગાર ચુકવી આપવા માંગણી ઉઠી છે.

જન્માષ્ટમી લોકમેળાથી આવકમાંથી દર વર્ષે ૨૦ લાખની ગ્રાન્ટ હિન્દુ સ્મશાન ભુમિ માટે આપવા પાલિકા પ્રમુખપદે પંકજભાઇ મજીઠીયા હતા, તે સમયે નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા હિન્દુ સ્મશાન સામગ્રી માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. સ્મશાનમાં લાકડાથી અગ્નિસંસ્કાર તેમજ વિદ્યુત સ્મશાન પણ ચાલુ છે. સ્મશાનમાં બંધ પડેલ વીજ લાઇટો માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટે રીપેર કરાવી હતી.

(11:40 am IST)