Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાણીની સ્થિતિ ચિંતાજનક

પાણી અને પાકને બચાવવાનો વિકલ્પ શોધવા વિડિઓ કોન્ફરન્સ થવાની શકયતા

અમદાવાદ :સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ ૧૫ દિવસ પછી તો મોટાભાગના ડેમ તળિયા ઝાટક થઈ જશે. આ સ્થિતિમાં પાકને બચાવવાનો વિકલ્પ શોધવા માટે વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પરંતુ એક એક આ વીડીયો કોન્ફરન્સ મુલત્વી રાખવામાં આવતા હવે સંભવત: આગામી સપ્તાહમાં પાક અને પાણીની સ્થિતિ જાણવા માટે વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવે તેવી સંભાવના ખેતીવાડી વિભાગના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

(4:50 pm IST)