Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જાયે તો ભી કહાં જાયે જેવી સ્થિતિનું નિર્માણ

જીવથી પણ વ્હાલા માલ ઢોરને બચાવવા કચ્છી માલધારીઓનો ક મને કોટડા સાંગાણીમાં ધામા

કચ્છ પંથકમાં કારમાં દુષ્કાળના ભળે જીવજીપણ વ્હાલા પોતાના માલઢોર બચાવવા કચ્છી માલધારીઓએ ગોંડલ તાલુકાના કોટડા સાંગાણી ગામમાં પોતાના ઢોર સાથે પડાળ નાખ્યો છે. તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ કલ્પેશ જાદવ)

કોટડાસાંગણી, તા.૧૬: કોટડાસાંગાણી તાલુકામા કચ્છી માલધારીઓએ માલઢોરને બચાવવા ધામા નાખ્યા છે પરંતુ આ વિસ્તારમા પણ નહીવત વરસાદથી ઘાસચારો નહી ઉગવાથી કચ્છી માલધારીઓ માલઢોરનુ પેટ ભરાવી શકતા નથી ત્યારે માલધારીઓ કુદરતને એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે જાવુ તો કયા જાવૂ

કચ્છ વિસ્તારમા નહીવત વરસાદથી દુષ્કાળની પરીસ્થિતનુ નીર્માણ થયુ છે.ત્યારે કચ્છના માલધારીઓએ પોતાના માલઢોરને નીભાવવા સૌરાષ્ટ્ર તરફ દોટ મુકિ છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમા પુરા ચોમાસા દરમીયાન પુરતા પ્રમાણમા વરસાદ ન પડતા ખેડુતોની હાલત કફોડી બની છે તો બીજી તરફ કચ્છમા તો દુષ્કાળ જેવી પરીસ્થિતીનુ નીર્માણ થયુ છે.ત્યારે કચ્છના રાપર તાલુકામા ઘાસચારાની અછત ઉભી થતા માલધારીઓ પોતાના માલઢોરને બચાવવા છેલા બે માસથી સૌરાષ્ટ્ર તરફ દોટ મુકિ છે.અને તેઓ આ વિસ્તારમા ફરતા ફરતા કોટડાસાંગાણી પંથકમા ધામા નાખ્યા છે પરંતુ આ વિસ્તારમા પણ વરસાદની અછતના કારણે પુરતુ દ્યાસ પણ નહીવત જોવા મળે છે.ત્યારે કચ્છના રાપર તાલુકાના ફતેગઢમાંથી બસો જેટલી ગાયો અને વાછરડાઓ લઈને આવેલા. નારણભાઈ અને સોંડાભાઈ નામના માલધારીઓ માલધારીને ગાયોના પેટ ભરાવવા પણ મુશ્કેલ થયા છે ત્યારે માલધારીઓ કુદરતને એક જ પ્રશ્ન પુછી રહ્યા છે કે ''જાયે તો કહા જાયે''(૨૨.૨)

(3:41 pm IST)