Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઉપલેટામાં કડવા પટેલ સમાજ આયોજીત રાસોત્સવમાં સ્વચ્છતાના શપથ

ઉપલેટા તા. ૧૬: કોલકી રોડ પર સપ્તપદી પાર્ટી પ્લોટ ખાતે કડવા પટેલ સમાજ દ્વારા રાસોત્સવનું છેલ્લા આઠ ગવર્ષથી કડવા પટેલ સમાજ અને કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા પાટીદારો માટે આયોજન કરાયું છે.

સમાજના દરેક ક્ષેત્રમાં ઝળકેલા વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનોનું ઉમીયા માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવે છે. આજરોજ નગરપાલીકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા ચીફ ઓફીસર દવે સાહેબ, ઉપપ્રમુખ ધવલ માંકડીયા પુર્વ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા વિગેરેનું કડવા પટેલ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પાલીકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા અને ચીફ ઓફીસર દવે સાહેબ દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટેના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કડવા પટેલ સમાજના આગેવાનો ઉપ પ્રમુખ ધવલ માંકડીયા, સુધરાઇ સભ્યો અજય જાગાણી, મંજુબેન માકડીયા, ક્રિષ્નાબેન લાડાણી, અમીતાબેન કાલાવડીયા, સેનેટરી ઇન્સપેકટર અશોકભાઇ ડેર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  (૭.૧૬)

(3:40 pm IST)
  • બનાસકાંઠાના દિયોદરમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પર હુમલો: જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશ ચૌધરી પર હુમલો કરી ગાડીમાં તોડફોડ access_time 1:02 am IST

  • જમ્મુ - કાશ્મીરમાં આતંકીઓનો હુમલો :CRPF કેમ્પમાં બે જવાનો ઘાયલ : કંગન વિસ્તારમાં એક આતંકી ઠાર થયા પછી આ હુમલો થયો : કાશ્મીર ખીણમાં નગર પંચાયતોની ચૂંટણી સંદર્ભે અનેક બનાવો બહાર આવી રહ્યા છે access_time 11:38 am IST

  • અમદાવાદમાં અપોલો હોસ્પિટલના ગાર્ડનમાંથી 5 દિવસની નવજાત બાળકી મળી: બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ: પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. access_time 1:15 am IST