Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

દ્વારકાના ભીમરાણામાં સંતોષી ગરબી મંડળની બાળાઓ દ્વારા મોગલ માતાજીનો રાસ

 મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેવાડાના ગામ મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ખાતે આશરે છેલ્લા ૧૪ વર્ષથી સંતોષી ગરબી મંડળ દ્વારા પ્રાચીન રીત રીવાજો પ્રમાણે નવરાત્રીના પવિત્ર દિવસોમાં ગરબી રમાડવામાં આવે છે. આ વર્ષે પણ ખુબ જ ધામધુમથી નવરાત્રી દરમ્યાન રાસ- ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ગરીબ મંડળની બાળાઓ દ્વારા માં મોગલનો ભવ્ય રાસ રજુ કરવામાં આવ્યો હતો. આ રસને નિહાળવા માટે લોકો ભારે માત્રામાં એકઠા થયા હતાં. આ ગરબીનું આયોજન હોથીભા સુમાંણીયા તથા જે કે પારીયા દ્વારા કરવામાં આવે છે. અને ૯૧ જેટલી નાની નાની બાળાઓ આ ગરબીમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે માં ની આરાધના કરે છે.  (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા -મીઠાપુર) (પ-૧૦)

(3:38 pm IST)
  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST

  • અમદાવાદમાં અપોલો હોસ્પિટલના ગાર્ડનમાંથી 5 દિવસની નવજાત બાળકી મળી: બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ: પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. access_time 1:15 am IST