Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રાજકોટ નેશનલ હાઇ-વે ઉપરના ભરૂડી પાટીયા પાસે રૂ. ૩.૫૮ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

એલસીબી પોલીસનો દરોડો : રૂ. ૬ લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ તા. ૧૬ : તહેવારોની મોસમમાં પ્યાસીઓ ની પ્યાસ બુજાવા બુટલેગરો દોડધામ કરી રહ્યા હોય પોલીસ દ્વારા પણ કમર કસી રોજિંદા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ગતરાત્રીના ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ગામના પાટિયા પાસે પૂર્વ બાતમીના આધારે જુનાગઢથી રાજકોટ તરફ જતી ગાડી જીજે૧૪ રૂ. ૫૧૫૬ને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૯૫૬ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૩૫૮૫૦૦ મળી આવતા યાસીન હબીબના રાજા જાતે મુસ્લિમ રહે. રાજકોટ સોયબ હનીફ સુમરા રહે. રાજકોટ તેમજ સંજય કેશુભાઈ કણઝારીયા રહે. જેતપુર નવાગઢ વાળાને પકડી પાડી કુલ મુદામાલ છ લાખનો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોકત દારૂની હેરાફેરીમાં કીર્તિરાજ અજુભા ગોહિલ રહે. રાજકોટ બજરંગ વાડી વાળાનું પણ નામ ખૂલ્યું હોય પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

(3:35 pm IST)