Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ચોટીલામાં ગેરકાયદે દેશી પિસ્તોલ સાથે અલસીંગને આર.આર.સેલે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને દેશી પિસ્તોલ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૬ :.. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને આર. આર. સેલ.ની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જમાં શરીર સબંધી ગુનાઓ અટકાવવા માટે રાજકોટ ઇ-ચા. રેન્જના આઇ. જી. પી. સુભાષ ત્રિવેદીએ આરઆરસેલના પો. સ. ઇ. એમ. પી. વાળાને તથા સેલના માણસોને ગે. કા. હથીયારો શોધી કાઢવા માટે સુચના કરતા સેલના શીવરાજભાઇ ખાચર તથા ભરતસિંહ પરમારને હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા માતાજીના મંઘ્રિના ગેઇટ પાસે એક ઇસમ થેલામાં દેશી બનાવટની પીસ્તલ લઇ નીકળનાર છે જેથી તુર્ત જ સ્ટાફના શીવરાજભાઇ ખાચર, ભરતસિંહ પરમાર, સવજીભાઇ દાફડા, રાજદીપસિંહ ઝાલા તથા ડ્રા. ધર્મેશદાન ગઢવીને હકિકત વાળી જગ્યાએ મોકલી વર્ણન વાળા ઇસમની તપાસ કરાવતાં શંકાસ્પદ ઇસમ મળી આવતા તેનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ અલસીંગ મખડીયાભાઇ રાઠવા જાતે અનુ. જનજાતી રહે. ફેરકુવા છોટાઉદેપુર વાળો હોવાનું જણાવેલ અને તેની અંગઝડતી કરતા મજકૂર ના કબજામાંથી એક દેશી બનાવટની  પીસ્તલ રૂ. ર૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ. રૂ. પ૦૦૦ મળી કુલ રૂ. રપ૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરેલ અને મજકૂર વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો રજી. કરાવેલ છે.

(3:34 pm IST)