Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મોરબી જીલ્લા પંચાયત સભ્યોની ગાંધીનગર મુદતના દિવસે જ કોંગ્રેસની ખેડૂત રેલીથી વિવાદ

રેલીનું આયોજન જાહેરાત મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ કગથરાએ કર્યું છેઃ બ્રીજેશભાઇ મેરજા

મોરબી તા. ૧૬ : મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડુતોના પાકવિમા પ્રશ્ને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી ખાતે ખેડુતોની મહારેલી યોજવાની જાહેરાત કરતા જ કોંગ્રેસમાં વિવાદ બહાર આવ્યો છે.

ધારાસભ્ય બ્રિજેશમેરજાએ આગામી તા.૧૭ ના રોજ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડુતોના પાકવીમા પ્રશ્ને રેલી યોજવાની સતાવાર જાહેરાત કરતા જ જીલ્લા પંચાયતના સભ્યોમાં પ્રમુખ સહિત વિવાદ સજાર્યો છે કચવાટની લાગણી ફેલાઇ છે અને મોરબી જીલ્લા કોંગ્રેસના સભ્યોએ સમુહમાં જણાવ્યું હતું કે પક્ષંતર ધારા હેઠળ થયેલ ફરીયાદના કારણે અમારે ૧૬ સભ્યોએ તા.૧૭ ના રોજ ગાંધીનગર હાજર રહેવાનું છે. અને કોંગી આગેવાનો દ્વારા તે દિવસે તા.૧૭ ના રોજ રેલી જાહેર કરવામાં આવી  છે. અને જેથી અમો હાજર રહી ન શકીએ એ સ્વાભાવીક છે. અને આ બાબતે વિવાદ વકરતા મોરબી ધારાસભ્યએ રેલી બાબતે ખુલાસો કર્યોછે.

આ વિવાદ વકરતા મોરબી-માળિયા (મી) ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું છે કે મોરબી ખાતે ખેડુતોની તા.૧૭ના રોજ યોજનાર મહારેલીનું આયોજન મે-ધારાસભ્ય મેરજાએ નથી કર્યું.

તે રેલીનું આયોજન અને જાહેરાત મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઇ કગથરાએ કરી છે અને આ બાબતની પત્રીકાઓ છપાવી અને તેનું વિતરણ પણ તેમના નામ જોગ કરવામાં આવી રહ્યું છે મે તો મારી ફરજના ભાગરૂપે રેલીમાં જોડાવાની અપીલ કરી છ.ે(૬.૧૬)

(3:34 pm IST)