Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

એલએલબીમાં એટીકેટી આવતા વિસાવદરના વેકરીયા ગામની મેઘના ગોસાઇનો આપઘાત

 જુનાગઢ તા. ૧૬ : એલએલબીમાં એટીકેટી આવતા વેકરીયાની યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

વિસાવદર નજીકના વેકરીયા ગામની મેઘના મહેશભાઇ ગોંસાઇ (ઉ.ર૧) નામની યુવતી એલએલબી બીજા વર્ષમાં, અભ્યાસ કરતી હતી.

જેમાં એટીકેટી આવેલ આથી ટકાવારી નહિ આવે તેવું મનમાં લાગી આવતા મેઘનાબેને જેરી પાવડર ગટથટાવી લીધો હતો.

આ યુવતિનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા ગમગીની વ્યાપી ગઇ હતી. વિશેષ તપાસ વિસાવદર પોલીસ ચલાવી રહી છે.

ગળા ફાંસો

ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામની રીન્કલ જેન્તીભાઇ સોલંકી (ઉ.૧૭) નામની સગીરાએ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાય લીધો હતો.

મૃતક સગીરાને મોબાઇલ ફોન લેવો હતો પરંતુ તેના પિતાએ મજુરી કામના પૈસા આવશે ત્યારે મોબાલ ઇલ આપીશ તેમ જણાવતા રીન્કલે રિસાઇ જઇને મોતને મીઠુ કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.(૬.૨૧)

(3:33 pm IST)