Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વિરપુરમાં સગીર પુત્રી ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ સાવકા પિતાને આજીવન કેદની સજા ફરમાવતી કોર્ટ

જેતપુર તા.૧૬: અત્રે તાલુકાના વિરપુર(જલારામ) ગામે ત્રણ વર્ષ પહેલા સાવકા બાપે તેની પત્ની સાથે સગીરવયની પુત્રી ઉપર દુષ્કર્મ આચરીને કહેશેતો મારી નાખવાની ધમકી આપ્યાના કેસમાં આરોપી કાળુ સોલંકીને આજીવન કેદ અને રૂ. ૨૫૦૦૦નો દંડ સેશન્સ કોર્ટે ફટકાર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, તાલુકાના વિરપુર ગાામે રહેતી પરણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ કે તેની સગીર વયની પુત્રી ઉપર તેના પતી કાળુએ દુષ્કર્મ આચરેલ જે અંગેની વિગત એવી છે કે,ફરિયાદના લગ્ન પહેલા હરીભાઇ કુરજીભાઇ ગોંડલીયા સાથે થયેલ જેનાથી તેમને પાંચ સંતાનો થયેલ પરંતુ અમુક સમયબાદ તે કયાંક જતા રહેલ તેની શોધખોળ કરવા છતા નહિ મળી આવેલ અને તે ભીક્ષાવૃતિ કરતા હોવાનું માલુમ પડેલ દરમ્યાન ફરિયાદીએ કાળુ બચુભાઇ સોલંકી સાથે કોર્ટ મેરેજ કરેલ જેમાં કાળુએ તેની સાથે તેના પાંચ સંતાનોને સાચવવા તેવુ નક્કી કરવામાં આવેલ.

લગ્નના ત્રણેક માસ બાદ કાળુમા વાસનાનો કીડો જાગતા સાવકા બાપે તેની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ આચરેલ. આ ફરિયાદ પરથી પી.એસ.આઇ. આર.કે. ગોહિલે કાળુની ધરપકડ કરી તેની જેલ હવાલે કરેલ તે અંગે કેસ ગઇકાલે જેતપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે એ.ડી.પી.પી. કે.એમ. પંડયાએ દાખલ કરતા કોર્ટે આરોપી કાળુ સોલંકીને આજીવન કેદ તેમજ કુલ રૂ. ૨૫૦૦૦/-નો દંડ ફટકારેલ. (૧.૬)

(12:01 pm IST)