Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઓખાના ભીમરાણામાં મોગલ ધામ ખાતે આઇ મોગલ માતાજીનો દિવ્ય પ્રાગટય દિવસ ઉજવાશે

સોૈરાષ્ટ્ર-કચ્છમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશેઃ આસો સુદ તેરશના માતાજીનો તરવેળો, મહાયજ્ઞ, નૈવેધ, બાવન ગજ ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન

ખંભાળિયા તા.૧૬: દ્વારકાના ઓખા મંડળમાં આવેલ ભીમરાણા ગામે બિરાજમાન માતાજીના પ્રાગટય સ્થાને આગામી તા.રર આસો સુદ તેરશના રોજ ભજન-ભોજન-ભકિતના ત્રિવેણી ધર્મોત્સવ વચ્ચે હજારો શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિમાં મોગલ માતાજીનો પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવશે.

કૃષ્ણભૂમિ દ્વારીકા સાક્ષાત દ્વારિકાધિથી લઇ સંત, સુરા અને સતિની ભોમકા તરીકે ઉજળી છે.

આ ઉજળી ધર્મભૂમિમાં અનેક માતાજીઓ સાક્ષાત્કાર બિરાજમાન છે. તેવા દ્વારકાના ઓખા સમુદ્ર કાંઠે આવેલ ભીમરાણા ગામે પ્રગટ માં મોગલ માતાજીનું મોગલ ધામ મંદિર આવેલું છે. મોગલધામ ટ્રસ્ટ અને મહંતશ્રી ઘનશ્યામગીરી બાપુની સેવાથી મંદિર દિવસેને દિવસે વિકસીત કરવામાં આવી રહયું છે.

માતાજીના મહિમા વિશેની લોકકથાની વાત જાણીએ તો આશરે ૧૩૦૦ વર્ષ પહેલા ઓખા મઢી વિસ્તારમાં ધાંધણીયા અને બાટી શાખના નેહ હતા જયાં દેવસુરભા ધાંધણીયાને માતા રાણલદેના કુખે મોગલ માતાજીનો જન્મ થયો આજે સરકારના રેવન્યુ વિભાગમા માતાજીના નિજ મંદિર વાળી જગ્યાના ઉલ્લેખમાં મોગલમાની કટકી એ રીતે દર્શાવવામાં આવેલ છે. માતાજી બાલ્ય અવસ્થાથી જ તેજોમય લાગતા સોૈ કોઇ આઇના હુલામણાં નામની બોલાવતા, આઇમાં નાલગ્ન ભેંસાણ તાલુકાના ગોરવિયાળા ગામે રહેતા તેમના ફઇબા એવા ગોરવિઆઇ જે નેચડા શાખના ચારણ હતા ત્યાં કરવામાં આવેલ હતા. મોગલમાંને દાયજામાં ગાયો-ભેંસો સાથે વાંઝીની દિકરી પણ આપવામાં આવેલ હતી.

વાંઝી દ્વારા ચારણો સામે તાંત્રિક રમતો કરવામાં આવતા ચારણે રાજી થઇનેે વાંઝીને હાથતાળી દેવામાં આવતા હોવાનું મોગલમાંના નજરે પડયું ચારણ સ્ત્રીને તાળી મારતા મર્યાદા કોરાણે મુકાણ હોવાનું લાગી આવતા માતાજી ક્રોધીત થઇ ધરતી માતાને હાંકલ કરી કે તારાથી જો હું ઉજળી હોંવ તો મને માર્ગ કરીને સમાવી લે આટલું કે તા જ જમીનમાંં બે ભાગ થયા અને મોગલમાં તેમાં જીવતા સમાધી રૂપે સમાઇ ગયા આ ઘડીએ તેમના દાયજામાં આવેલ માંઝીની દિકરીએ માતાજીને તેમની સાથે સમાવવા માટે વિનંતી કરી જેથી માતાજીએ તેને ખોળામાં લીધી એવાં માં જ મોગલમાંના ફોઇ ગોરવિઆઇ આ વાત સાંભળી દોડયા એ જોઇ મોગલમાં એ ફઇ તમે ત્યાંજ ઉભા રહેજો કહેતા ગોરવિઆઇ ત્યાંજ ઉભા રહી ગયા અને મોગલ માતાજી ધરતીમાં સમાઇ ગયા જયાંથી માતાજી ગામના પાદરમાં જ તેમની લીલા પરીપુર્ણ કરી તેમની સાથે ક્ષેત્રપાળ, ગોરવિઆઇ અને વાંજીને પણ સાથેે લીધા આ બધું થયા બાદ એકઠા  થયેલા ચારણોએ માતાજીને વિનંતી કરે કે માં અમે તને કઇ રીતે રાજી કરી તને બોલાવીએ ત્યારે માં મોગલએ આપેલા ચારણોને વચન મુજબ કે મારો તરવેળો કરજો એટલે આ અભ ઘડીએ હું પડવાર હાજરી આપીશ ત્યારથી માં મોગલને રાત્રીના તરવેળો ભરવામાં આવે છે. ત્યારે આવા અનેક પ્રગટ પરચા ભાવનગર તાલુકાના તળાજા નજીક ભગુળાથી ઓખાના ભીમરાણા ગામે માતાજી હાજરા હજુર છે. માતાજીને અઢારે વરણના લોકો શ્રધ્ધા પુવર્ક માને છે.

ભીમરાણા માતાજીનું પ્રાગટય સ્થાન હોવાથી અહી અસો સુદ તેરશના દર વર્ષે માતાજીનો પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં લાખ-હજારોની સંખ્યામાં મોગલ છોરુઓ દર્શનાર્થે ઉમટે છે. ત્યારે આ વર્ષે માતાજીના પ્રાાગટય અવસરે સર્વે ધર્મપ્રેમીઓને પધારવા આઇ મોગલધામ ટ્રસ્ટ તથા પ્રમુખ પ.પૂ. ઘનશ્યામગીરી બાપુ તથા પ.પૂ. રાધા દેવીમાં એ અનુરોધ કર્યો છે.

માતાજીના પ્રાગટય દિવસની ઉજવણી પ્રસંગેના ધાર્મિક ઉત્સવોએ માતાજીને બાવન ગજ ધજા આરોહણ, દેવી મહાયજ્ઞ, મહાપ્રસાદ, બિડું, રવેચીના નવનાળાનો કુંભ, મહાસંધ્યા આરતી બાદ સંતો, મહંતોને સન્માનિત કરવામાં આવશે.

માતાજીના ધાર્મિક મહોત્સવની રઢીયાળી રાતે રાત્રીના ૧૦.૦૦ કલાકે ગુજરાતના ગહેકતો કંઠ કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી (લોક સાહિત્યકાર), નિલેશ ગઢવી (સંતવાણી આરાધક), સુમીત ગઢવી (ભજન-ચરજ) તથા શિવુભા માણેક (મોગલ છોરૂ) સહિતના કલાકારો અને સાંજીદાઓ લોક ડાયરાની જમાવટ કરશે.(૧.૫)

 

(12:00 pm IST)
  • બનાસકાંઠાના દિયોદરમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પર હુમલો: જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશ ચૌધરી પર હુમલો કરી ગાડીમાં તોડફોડ access_time 1:02 am IST

  • ભરૂચ : અંકલેશ્વર નજીક હાઈવેની એક હોટલ પર પાર્ક કરેલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 13 લાખના પાર્સલની ચોરી: પોલીસ ફરિયાદ નોંધાઈ access_time 1:08 am IST

  • ભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને વહીવટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરે યોજાશે હેરિટેજ વોક:દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નથુ ધોબણની ધર્મશાળાથી સવારે 7 કલાકે હેરિટેજ વોકનો થશે પ્રારંભ:ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે તંત્ર દ્વારા એકશન પ્લાન ઘડાયો: 7 કી.મી.ના રૂટમાં આવતા ઐતિહાસિક સ્થળનો કરાયો સમાવેશ access_time 1:13 am IST