Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ધોરાજીમાં રપ વર્ષથી ગાયત્રી ગરબીમંડળ

 ધોરાજીની મોચી બજાર ખાતે આવેલ ગાયત્રી ગરબી મંડળમાં નાની બાળાઓ દ્વારા નવરાત્રી દરમિયાન રાસ ગરબા લઇ માતાજીની આરાધના કરે છે અને રાસગરબા બાદ માતાજીની ભવ્ય આરતીનો કાર્યક્રમ રાખેલ હતો. જેમા બહોળી સંખ્યામાં ભકતોએ ધર્મલાભ લીધો હતો અને ગાયત્રી ગરબી છેલ્લા ૨૫ વર્ષથી ચાલે છે. જેમાં પ્રવિણભાઇ ડાભી, દેવેન્દ્રભાઇ ગોસાઇ તથા સેવાભાવી યુવાનો સેવાઓ આપે છે. ગરબીમાં આરતીની તસ્વીરો. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)(૪૫.૪)

(11:58 am IST)