Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા ૧૧મો વિજયાદશમી મહોત્સવ-વિદ્યાર્થી સન્માન સમારોહ તા. ૧૮ને દશેરાએ

શસ્ત્રપૂજન રેલીમાં ભવ્ય રાજપૂતી પરંપરા ઉભરી આવશેઃ પરંપરાગત પાઘડી-સાફા, રાજપૂતી પોષાક અને ઘોડેશ્વારો સાથેનો ભપકો જોવા મળશે

વાંકાનેર, તા. ૧૬ :. વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા આગામી તા. ૧૮મીને દશેરાના રોજ ૧૧મો વિજયાદશમી મહોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો છે. રાજપૂત સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલાની યાદીમાં જણાવાયુ છે કે, છેલ્લા ૧૧ વર્ષથી શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને વિદ્યાર્થી સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે તા. ૧૮મીના ગરાસીયા બોર્ડીંગ, વાંકાનેર હાઈવેથી બપોરે ૧.૩૦ વાગ્યાથી શસ્ત્રપૂજન રેલીની શરૂઆત થશે અને કલબ ગ્રાઉન્ડ પેડકમાં પૂર્ણ થશે. રેલી દરમિયાન દરેક રાજપૂત ભાઈઓને રાજપૂતી પોષાક અને પરંપરાગત પાઘડી-સાફો ફરજીયાત પહેરવાનો રહેશે. જે રાજપૂત ભાઈઓ પાસે અશ્વો હોય તેમણે પોતાના અશ્વોને શણગારી અશ્વાર થઈ રેલી સાથે જોડાવુ. રેલીમાં શિસ્તબદ્ધ પસાર થવાનું છે. સમાજના મહિલાઓ માટે મંડપમાં અલગ બેઠક વ્યવસ્થા છે. મહિલાઓએ સાંજે ૫ વાગ્યા સુધીમા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

વિજયાદશમીના આ કાર્યક્રમમાં યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા-વાંકાનેર સ્ટેટ પ્રમુખ સ્થાને રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે સંત શ્રી પાલુભગત (કાળીપાટ), જી.પી. ઝાલા (નાયબ ઉદ્યોગ કમિશ્નર-મોરબી), જગદીશસિંહ ગોહિલ (ડે. ડી.ડી.ઓ.-જિલ્લા પંચાયત મોરબી), ડો. યોગરાજસિંહ જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ જાડેજા (ગોકુલ હોસ્પીટલ-રાજકોટ) રહેશે. દશેરાના દિવસે વાંકાનેર શહેર અને તાલુકામાં વસતા દરેક રાજપુતોનેે સહપરિવાર ઉપસ્થિત રહી ગ્રાઉન્ડ પર યોજાયેલ સમૂહ ભોજનનો પ્રસાદ લેવા વજુભા ઝાલા તરફથી આમંત્રણ પાઠવાયુ છે. આ વર્ષે તા. ૧૪ થી ૧૬ ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવ ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે રંગેચંગે યોજાયો હતો.(૨-૭)

(11:53 am IST)
  • બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી ફાયરીંગ: ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ગેંગવોરમાં ફાયરિંગ થયુ હોવાની આશંકા:ઇજાગ્રસ્ત વ્યક્તિ મોરબીમાં થયેલ લૂંટ કેસનો આરોપી : ગુજરાત અને રાજસ્થાન પોલીસ બનાવના સ્થળને લઈ હદ અંગે અવઢવમાં access_time 1:05 am IST

  • સોમાલીયાના બેડોઆ શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટઃ ૧૬ લોકોના મોત : ૫૦ ઘાયલ : સોમાલીયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટોરા અને હોટલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરતા ૧૬ લોકોના મોત નિપજયા છે. જયારે ૫૦ લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાવાર શહેરના ભીડવાળા વિસ્તારમાંં ઘુસી આવ્યા હતા અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ-શબાએ લીધી છે access_time 3:31 pm IST

  • બધી શકિતઓના સમન્વયથી ભારત વિશ્વગુરૂ બની શકશે : ભૈયાજી જોષી : મુંબઇમાં ભારત વિકાસ પરીષદ અને સમસ્ત મહાજન દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં સમૃધ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા' વિષય પર યોજાઇ વિચાર ગોષ્ઠી : ૧૦૦૦ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી : આર.એસ.એસ. સરકાર્યવાહક ભૈયાજી જોષી અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુરેશચંદ્ર તથા ઉપાધ્યક્ષ શ્યામ શર્માનું ધારદાર વકતવ્ય access_time 3:36 pm IST