Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભાદર -ર ડેમમાંથી પાણી ન છોડાય તો હું ખેડૂતો સાથે પાણી છોડી દઇશઃ લલીતભાઇ વસોયા આક્રમક

રાજકોટ તા. ૧૬ : સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને આર. આર. સેલ.ની ટીમે ઝડપી લીધો હતો.રાજકોટ રેન્જમાં શરીર સબંધી ગુનાઓ અટકાવવા માટે રાજકોટ ઇ-ચા. રેન્જના આઇ. જી. પી. સુભાષ ત્રિવેદીએ આરઆરસેલના પો. સ. ઇ. એમ. પી. વાળાને તથા સેલના માણસોને ગે. કા. હથીયારો શોધી કાઢવા માટે સુચના કરતા સેલના શીવરાજભાઇ ખાચર તથા ભરતસિંહ પરમારને હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા માતાજીના મંઘ્રિના ગેઇટ પાસે એક ઇસમ થેલામાં દેશી બનાવટની પીસ્તલ લઇ નીકળનાર છે જેથી તુર્ત જ સ્ટાફના શીવરાજભાઇ ખાચર, ભરતસિંહ પરમાર, સવજીભાઇ દાફડા, રાજદીપસિંહ ઝાલા તથા ડ્રા. ધર્મેશદાન ગઢવીને હકિકત વાળી જગ્યાએ મોકલી વર્ણન વાળા ઇસમની તપાસ કરાવતાં શંકાસ્પદ ઇસમ મળી આવતા તેનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ અલસીંગ મખડીયાભાઇ રાઠવા જાતે અનુ. જનજાતી રહે. ફેરકુવા છોટાઉદેપુર વાળો હોવાનું જણાવેલ અને તેની અંગઝડતી કરતા મજકૂર ના કબજામાંથી એક દેશી બનાવટની  પીસ્તલ રૂ. ર૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ. રૂ. પ૦૦૦ મળી કુલ રૂ. રપ૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરેલ અને મજકૂર વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો રજી. કરાવેલ છે. 

(11:47 am IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • બોટાદ એસપી દ્વારા પી.આઈ અને પી.એસ.આઈની આંતરિક બદલીઓ:બોટાદ પી.આઈ જે.એમ.સોલકી ને ગઢડા મુકાયા:.બોટાદ પી.આઈ તરીકે એન.કે.વ્યાસ આવ્યા:ઢસા પી.એસ.આઈ એ.પી.સેલૈયાને રાણપુર મુકાયા અને રાણપુર પી.એસ.આઈ વી.એમ.કામળિયાને ઢસા મુકાયા access_time 1:15 am IST

  • જમ્મુ - કાશ્મીરમાં આતંકીઓનો હુમલો :CRPF કેમ્પમાં બે જવાનો ઘાયલ : કંગન વિસ્તારમાં એક આતંકી ઠાર થયા પછી આ હુમલો થયો : કાશ્મીર ખીણમાં નગર પંચાયતોની ચૂંટણી સંદર્ભે અનેક બનાવો બહાર આવી રહ્યા છે access_time 11:38 am IST