Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સિકકાના પી.એસ.આઇ.સંજય મહેતા અને બે હેડ કોન્સ્ટેબલ પ૦ હજારની લાંચના છટકામાં ઝડપાયાઃ હિમાંશુ દોશીએ નિમણુ઼ક યર્થાથ ઠરાવી

રાજકોટઃ એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.માં  સિકકાના (જિ.જામનગર)  ના પી.એસ.આઇ. સંજય કાનજી મહેતા તથા સિકકાના પો.હેડ કોન્સ. દિનેશ નથુભાઇ મકવાણાં તથા હસમુખભાઇ મનસુખભાઇ તેરૈયા સામે પ૦ હજાર રૂપીયાની લાંચની માંગણી કર્યાના આરોપસરની ફરિયાદ કરી હતી.

ઉકત ફરિયાદના આધારે રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક હિમાંશુ પી. દોશીએ સુરેન્દ્રનગરના એ.સી.બી. પો.ઇન્સ. એમ.બી.જાનીને લાંચની લેવડ-દેવડની જે જગ્યા નકકી થઇ હતી તેવા  જામનગરના જી.જી.હોસ્પિટલ ખાતે મોકલી  સફળ છટકુ ગોઠવ્યાનું એ.સી.બી. સુત્રો જણાવે છે. અત્રે યાદ રહે કે ભૂતકાળમાં રાજકોટના ફિલ્ડ એ.સી.બી.પી.આઇ. તરીકે હિમાંશુ દોશીએ કલાસ-૧ અને સુપર કલાસ -૧ કક્ષાના ડેપ્યુટી કલેકટર રેન્કના તથા પ્રિન્સીપાલ કક્ષાના અધિકારીઓને ઝડપી લીધા હતા. આમ આ કામગીરી ધ્યાને લઇ મોટા મગરમચ્છોને જાળમાં સપડાવવાના કેશવકુમારના અભિયાનને આગળ ધપાવવાના ભાગરૂપે હિમાંશુ દોશીને મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ તરીકે મુકવાનો નિર્ણય લીધેલ જે યર્થાથ ઠર્યો છે.

(8:51 pm IST)