Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

દ્વારકામાં પ્રથમવાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન

ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેકટર, પ્રાંત ઓફિસર, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ પણ ગરબે રમ્યા

 

દ્વારકા :આધ્યશક્તિ મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિની દ્વારકામાં પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે. દ્વારકામાં પ્રથમ વખત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ માં ગરબાનું આયોજન  થયુ છે. જ્યાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેકટર, પ્રાંત ઓફિસર, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ પણ પોતાના પરિવાર સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા.

(10:17 pm IST)