Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કુતિયાણામાં ખેડૂતના આપઘાત બાદ જન અધિકાર મંચના પ્રવીણ રામેં લીધી ખેડૂત પરિવારની મુલાકાત

કુતિયાણામાં ખેડૂતના આપઘાત મામલે જન અધિકાર મંચના પ્રવિણ રામે પીડિત પરિવારની મુલાકત લીધી હતી. અને આટલી ગંભીર ઘટના બાદ હજુ સુધી સરકાર તરફથી કોઇએ મુલાકાત ન લીધી હોવાનું દુખ વ્યકત કર્યુ હતું.

  પ્રવીણ રામે ખેડૂતોના પરિવારની સાથે મુલાકાત કરીને કહ્યુ હતું કે આ દુઃખદ ઘટના બાદ ખરેખર સરકારને આશ્વાસનરૂપે પોતાની ટીમ મોકલવી જોઇએ. હજુ પણ પરિવારે સરકાર પાસે કોઈ સહાય માંગી નથી. પરંતુ સરકાર સહાય ના કરી શકે તો કંઇ નહીં પરંતુ સરકારના અધિકારીઓ પદાધિકારીઓ કે સરકાર તરફથી સાંત્વના પાઠવવા પણ કોઈ આવ્યું નથી

(8:29 pm IST)
  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • બોટાદ એસપી દ્વારા પી.આઈ અને પી.એસ.આઈની આંતરિક બદલીઓ:બોટાદ પી.આઈ જે.એમ.સોલકી ને ગઢડા મુકાયા:.બોટાદ પી.આઈ તરીકે એન.કે.વ્યાસ આવ્યા:ઢસા પી.એસ.આઈ એ.પી.સેલૈયાને રાણપુર મુકાયા અને રાણપુર પી.એસ.આઈ વી.એમ.કામળિયાને ઢસા મુકાયા access_time 1:15 am IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST